રેલવેમાં મહિલા અને સિનિયર સિટિઝનને લોઅર બર્થ મળશે

નવીદિલ્હી તા.14
રેલવેમાં મહિલા પ્રવાસીઓ માટે જુદી જુદી કેટેગરીમાં અલગ અલગ સંખ્યા નક્કી કરાઇ છે. મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોમાં તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે 6-6 લોઅર બર્થ રિઝર્વ રખાશે. ગરીબ રથના થર્ડ એસી કોચમાં પણ 6 બર્થ મહિલાઓ માટે અનામત રખાશે. 45 વર્ષથી મોટી મહિલાઓ માટે તમામ મેલ એક્સ્પ્રેસ ટ્રેનના થર્ડ અને સેક્ધડ એસી કોચમાં 3-3 બર્થ રિઝર્વ રખાયા છે. રાજધાની અને દુરન્તો એક્સ્પ્રેસ ટ્રેનોમાં થર્ડ અને સેક્ધડ એસી કોચમાં 4 લોઅર બર્થનો ક્વોટા નક્કી કરાયો છે. તેમાં ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા અપાશે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર મહિલાઓ માટે લોઅર બર્થ ક્ધફર્મ કરવા માટે રેલવેની આઇટી બ્રાન્ચ ક્રિસ દ્વારા રિઝર્વેશન સિસ્ટમમાં નવું સોફ્ટવેર વિકસાવવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમમાં લોઅર બર્થની ફાળવણીમાં ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા અપાશે. આ સુવિધા ઇ-બુકિંગમાં પણ અપાશે.
અત્યારે ગર્ભવતી મહિલાઓને રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પર બુકિંગ કરાવવાથી લોઅર બર્થની સુવિધા અપાય છે. ટિકિટ બુક કરાવવા દરમિયાન લોઅર બર્થ અને સિનિયર સિટીઝનનો નવો વિકલ્પ સામેલ કરાયો છે. તેને પસંદ કરનારા સિનિયર સિટીઝનને લોઅર બર્થ જ ફાળવવામાં આવશે.