અમિતજીની તબિયત હવે સારી: જયા બચ્ચન અને ડોકટરોએ કરી જાહેરાત


મુંબઇ તા.14
અમિતાભ બચ્ચનની તબિયત નાદુરસ્ત થઇ ગઇ છે. રાજસ્થાનમાં ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનની શુટિંગ કરી રહ્યાં હતાં તે સમયે તેમનું સ્વાસ્થ્ય લથડ્યું હતું. અમિતાભના સ્વાસ્થ્ય અંગે પહેલી વાર જયા બચ્ચને વાત કરી છે. તેમણે જણાવ્યું કે અમિતજીની તબિયત સારી છે, પીઠમાં દુખાવો છે, કમરમાં દુખાવો છે. કોસ્ચ્યુમ ખૂબ જ ભારે હતો તેથી તેમને વધુ તકલીફ થઇ રહી છે.
અમિતાભે પોતાની ખરાબ તબિયત અંગેનમી જાણકારી પોતાના બ્લોગ પર આપી હતી. શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ પોતાની ફિલ્મનું શુટિંગ છોડીને રાજસ્થાનથી મુંબઇ પરત ફરશે પરંતુ ડોક્ટરોની એક ટીમ જોધપુર પહોંચી હતી અને તેમણે અમિતાભ બચ્ચનનું મેડિકલ ચેકઅપ કર્યું. ડોક્ટર જયંતે જણાવ્યું કે હવે અમિતાભજીની તબિયત સારી છે. પ્રોડક્શન ઇન્ચાર્જ રાધવેન્દ્રએ પણ એક ઇન્ટરવ્યુમાં આ અંગેની પુષ્ટિ કરી હતી. મેડિકલ ચેકઅપ બાદ ડોક્ટરોની ટીમ મુંબઇ પરત ફરશે. હાલ ડોક્ટરોની ટીમ જોધપુરમાં જ છે.
આ સાથે જ અમિતાભની નાદુરુસ્ત તબિયત અંગે જાણ થતાં જ તેમના મિત્ર અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે તેમની સલામતી માટે દુઆ માંગી છે. રજનીકાંત એક તીર્થયાત્રા પર દહેરાદૂન ગયાં છે. તેમણે કહ્યું કે હું એક ધાર્મિક યાત્રા પર આવ્યો છું. આ એક આધ્યાત્મિક યાત્રા છે. તેમાં રાજકારણને કોઇ સંબંધ નથી. મે અમિતાભની નાદુરુસ્ત તબિયત અંગે સાંભળ્યું. હું તેમની સલામતી માટે ઇશ્વરને પ્રાર્થના કરીશ. અનેક બીમારીઓના વિલનોને ફળ ચાટતા કર્યા છે અમિતાભ બચ્ચને
સદીના મહાનાયક કહેવાતા થેસ્પિયન અમિતાભ બચ્ચન ઘણી બિમારીઓનો સામનો કરે છે. કુલી ફિલ્મના શૂટિંગ થયેલી ઈજા તેમને લગભગ મોતના મુખ સુધી લઈ ગઈ હતી. તો ડિસેમ્બર 2015માં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમનું લિવર માત્ર 25 ટકા જ કામ કરે છે. મિલેનિયમ સ્ટાર, સદીના મહાનાયક, બોલિવૂડના શહેનશાહ, ઓરિજીનલ એન્ગ્રિ યંગમેન. આવા તો કેટલાય ખિતાબ પોતાના નામે કરી ચૂક્યા છે અમિતાભ બચ્ચન. 76 વર્ષે પણ તેમની એનર્જી આજકાલના યંગસ્ટાર્સને શરમાવે તેવી રહી છે. કામ માટેની તેમની નિષ્ઠા હંમેશા કાબિલ-એ-તારીફ રહી છે. જોકે, એક્ટિંગ માટેના આ પેશન પર તેમની નાદુરસ્ત તબિયત અને તેમની બિમારી ઘણીવાર બ્રેક લગાવતી જોવા મળી.26મી જુલાઈ 1982ના રોજ કુલી ફિલ્મના શૂટિંગ સમયે જીવલેણ ઈજા થયા બાદ અમિતાભ બચ્ચનના જીવવાની આશા ડોક્ટર્સ પણ છોડી ચૂક્યા હતાં. તેમ છતાં, મોતને માત આપીને બિગ બી બેઠા થયા.