મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરવો યુવકને ભારે પડ્યો: ધરપકડ


વારાણસી તા,14
વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવવાની તસવીર ફેસબુકમાં અપલોડ કરનાર યુવકને મોદીનો વારાણસીના મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ સોશીયલ મીડીયા પર જાહેર કરવો મોંઘો પડ્યો છે. એસપીજીએ આ મામલામાં વાંધા-ઉઠાવ્યા બાદ ડીજીપીના નિર્દેશ પર આ યુવક સામે મંગળવારે રાત્રે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરી મોડી રાત્રી સુધી તેની પુછપરછ કરવામાં આવી હતી.
ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ મક્રો અને પીએમ મોદીના વારાણસીના પ્રવાસ દરમીયાન આતંકી ખતરાને ધ્યાને લઇને ખુબ જ સતર્કના રાખવામાં આવી રહી હતી ત્યારે પીએમ મોદીના વારાણસીના મિનિટ ટુ મિનિટના પ્રવાસની વિગત અનુપમ પાંડે નામના એક યુવકે જાહેર કરી હતી. જેનાથી સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. પીએમની સુરક્ષાનો મુદો ઉઠાવી એસપીજીના વાંધાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે અનુપમ પાંડેને પીએમ મોદી ટવીટર પર ફોલો કરે છે તેણે વર્ષ 2015માં મોદી સાથે ફોટો ખેંચાવ્યો હતો જે અપલોડ કરેલો.