તરઘડીયા ગામે ઢોર બાંધવાના વાડામાં પટેલ પ્રૌઢાની ફાંસો ખાઈ આપઘાત


રાજકોટ તા.14
રાજકોટ તરઘડીયા ગામે પટેલ પ્રૌઢાળે ઢોર બાંધવાના વંડામાં ગળેફાંસો ખાઈ સાવધાન કરી લીધો છે.
જાળવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા જયશ્રીબેન છગનભાઈ પરસાણા (ઉવ.60) નામના પટેલ પ્રૌઢાએ ગઈ કાલે સાંજે પોતાના ઘેર ઢોર બાંધવાના વાડામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા 108 ના સ્ટાફે દોડી જઈ ઈએમટી જગદીશભાઈ બાવળીયાએ મરવા જાહેર કરતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ વી.પી. આહિરે પ્રાથમિક કાગળો કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૈઢાને સંતામાં બે પુત્ર અને એક પુત્રી છે તથા બે વર્ષથી માનસિક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી સીધાનું જાણવા મળ્યું છે.