માંડાડુંગર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા ટ્રકચાલક બાવાજી પ્રૌઢાનું મોત

રાજકોટથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતાને લીંબડી પાસે પહોંચતા જ દમ તોડ્યો
રાજકોટ તા,14
શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે ટ્રક પાછળ ટ્રક ઘુસી જતાં સર્જાયેલા અકસ્માતમાં નવલનગરના ટ્રક ચાલક બાવાજી પ્રૌઢાનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી રોડ પર નલનગર શેરી નં.6માં રહેતા ટ્રક ચાલક મુકેશભાઈ મનસુખભાઈ કુબાવત (ઉ.54) નામના બાવાજી પ્રૌઢ ગઈકાલે પોતાનો ટ્રક લઈ માંડા ડુંગરમાં ભરવા જતાં હતા ત્યારે માંડાડુંગર મેઈન રોડ પર આગળ જતાં ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં મુકેશભાઈને ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાથી વધુ સારવાર માટે આજે વહેલી સવારે અમદાવાદ લઈ જવાતા હતા ત્યારે લીંબડી નજીક પહોંચતા તેઓએ દમ તોડી દેતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક એન્ટ્રી નોંધી આજીડેમ પોલીસને જાણ કરી છે. મૃતક પ્રૌઢ બે ભાઈ બે બહેનમાં મોટા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.