રાજકોટમાં મરડા અને કમળાના તાવે દેખા દીધી: આરોગ્ય તંત્ર ઉંઘતું ઝડપાયું

ઝાડા-ઉલ્ટીના 117 કેસ, મરડા અને કમળાના 10 કેસ નોંધાયા
રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કામગીરીનો રીપોર્ટ આજરોજ રજુ કરવામાં આવેલ જેમાં શહેરમાં મરડા અને કમળાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. શહેરના ર1378 ઘરમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ. જેમાં 6193 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય અધિકારી પંકજ પી.રાઠોડના જણાવ્યા મુજબ મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવેલ તેમજ પાણીના ખાડાઓમાં એમએલઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મચ્છર ઉત્પતિ કરતા શાળા-કોલેજ અને હોસ્પીટલ સહિતના 64 આસામીઓને
નોટીસ ફટકારવામાં આવી હતી
તેમજ શહેરમાં રેકડી-દુકાન-ડેરી ફાર્મ, હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી સહિતના સ્થળો પર ખાદ્ય પદાર્થનું ચેકીંગ કરવામાં આવેલ અને પાંચ આસામીઓને ગંદકી સબબ નોટીસ ફટકારી ર83 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગે આજરોજ આંકડા જાહેર કરેલ જેમાં સામાન્ય શરદી-તાવના રર3, ઝાડા-ઉલ્ટીના 117, મરડાના 8, મેલેરીયાનો 1, કમળાના-તાવના બે કેસ અને અન્ય
સાદા તાવના 16 કેસ નોંધાય હતા. જેની સામે ડેંન્ગ્યુ અને ચીકનગુનીયાનો એકપણ કેસ શહેરમાંથી ન નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્ર્વાસ લીધો હતો.