11 વર્ષની સગીરાનો દેહ અભડાવી ગર્ભ રાખી દેનાર બંને નરાધમ જેલહવાલે


રાજકોટ તા.14
રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર રહેતી અને ઘરકામ કરવા જતી 11 વર્ષની સગીરાનો દેહ અભડાવી ગર્ભવતી બનાવી દેનાર બંને નરાધમોના મેડિકલ સહિતના ટેસ્ટ કરી બંનેને જેલહવાલે કરવામાં આવ્યા છે જયારે બીજી તરફ સગીરાની ઉમર નાની હોય તેની પ્રસુતિ કરવી ખુબ જોખમી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. રાજકોટના કોઠારીયા રોડ પર ક્વાર્ટરમાં રહેતા નાનજીભાઈ જાવિયા અને અરવિંદભાઈ કુબાવતે નાનજીભાઈના ઘરે રોટલી બનાવવા સહિતનું કામ કરવા આવતી પાડોશીની 11 વર્ષની સગીરા ઉપર નજર બગાડી છેલ્લા આંઠ મહિના દરમિયાન અવાર નવાર દુષ્કર્મ આચરી આંઠ મહિનાનો ગર્ભ રાખી દીધો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઈ એમ ઝાલા સહિતના સ્ટાફે અંધ અરવિંદભાઈ અને બધિર નાનજીભાઈની ધરપકડ કરી મેડિકલ સહિતની જરૂરી કાર્યવાહી કાંતિ હતી એફ એસ એલ માટે પુરાવાઓ મોકલી દીધા હતા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો જયારે બીજી તરફ સગીરાની ઉમર નાની હોય તેણીને પ્રસુતિ કરાવવી ખુબ જોખમી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ફિટકાર જનક કૃત્ય કરનારા આરોપીઓનો કેશ ન લાડવા બાર એસો.નો ઠરાવ
11 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરવાના ગુન્હામાં
ઝડપાયેલા આરોપી નાનજી જાવિયા અને અરવિંદ કુબાવતે કરેલા
જધન્ય અપરાધ બદલ રાજકોટ બાર એસોસિયેશન દ્વારા ઠરાવ પસાર કરી આ બંને આરોપીઓના બચાવ માટે કોઈ વકીલોએ ન રોકાવા સર્વાનુમતે ઠરાવ કરાયો છે.