પંચાલ મને કેટલાય દિવસોથી ગાળો દેતા હતા એટલે મેં હુમલો કર્યો: દુધાત


ગાંધીનગર તા.14
આજે વિધાન સભા ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા ગૃહ કુરુક્ષેત્રમાં ફેરવાયું હતુ અને આ મામલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામી ફરીયાદો પણ થઇ છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ આજે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે મારામારી થઇ હતી.
આ મામલે પ્રતાપ દુધાતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પંચાલ છેલલા આઠ દીધી મને ગાળો દેતા હતા આજે પણ તેમણે મને ગાળો દીધી હતી એટલે મેં તેમની પર હુમલો કર્યો હતો. આ નરી ગુંડાગીરી છે, કાયદો કાયદાનું કામ કરશે-મુખ્યમંત્રી: વિધાનસભાની સૌથી કલંકિત આ ઘટના-નાયબ મુખ્યમંત્રી
ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભા સમરાંગણ બનતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે આ ઘટનાને સૌથી કલંકિત ઘટના ગણાવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડરની પ્રક્રિયા ચાલતી હતી અને શાંતિથી કામગીરી ચાલતી હતની ત્યારે વિક્રમ માડમે અધ્યક્ષ પાસે ધસી આવીને મોટેથી બોલવા લાગ્યા હતા. ત્યારે માડમને અધ્યક્ષ ધીમેથી બોલવા કહ્યૂં હતું બાદમાં માડમ અધ્યક્ષની વાત માની શાંતિથી બેસી ગયા હતા. નીતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે અંબરીશ ડેર ઉશ્કેરાઈ ગયા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભામાં બનેલી ઘટના સંદર્ભે પ્રતિક્રિયા આપતા કહયું હતું કે આ નરી ગુંડાગીરી છે આ બારામાં કાયદો કાયદાનું કામ કરશે.