પંગુ લંઘયતે ગિરિમના સૂત્રને સાર્થક કરનાર વિજ્ઞાની સ્ટિફન હોકિંગની જાણી-અજાણી વાતો

કેમ્બ્રીજ તા.14
દુનિયાના પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે બુધવારના રોજ બ્રિટનને કેમ્બ્રીજ સ્થિત તેમના ઘરે નિધન થયું. સ્ટીફન હોકિંગના બાળકો લુસી, રોબર્ટ, અને ટિમે નિવેદન રજૂ કરીને કહયું કે અમને ખૂબ જ દુખ છે કે અમારા પ્રેમાળ પિતા આજે અમને છોડીને જતા રહ્યા. દુનિયાભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કોસ્મોલોજિસ્ટ હોકિંગને બ્લેક હોલ્સ પર તેમના કામ માટે જાણીતા છે. 8 જાન્યુઆરી, 1942ના રોજ ઇંગ્લેન્ડના ઑક્સફર્ડમાં સેક્ધડ વર્લ્ડ વોરના સમયે સ્ટીફન હોકિંગનો જન્મ થયો હતો. ગૈલીલિયોના મૃત્યુના ઠીક 300 વર્ષ બાદ હોકિંગનો જન્મ થયો હતો. 1988મા તેઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા જ્યારે તેમણે તેમનું પહેલું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ: ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ માર્કેટમાં આવ્યું. ત્યારબાદ કોસ્મોલોજી પર આવેલ તેમના પુસ્તક થી 1 કરોડથી વધુ નકલો વેચાઇ હતી. તેને દુનિયાભરમાં સાયન્સ સાથે જોડાયેલ સૌથી વધુ વેચાનાર પુસ્તક મનાય છે.
1963મા સ્ટીફન હોકિંગ જ્યારે માત્ર 21 વર્ષના હતા, ત્યારે તેમણે અળુજ્ઞિિંજ્ઞાવશભ કફયિંફિહ જભહયજ્ઞિતશત (અકજ) નામની બીમારી થઇ ગઇ. તેના લીધે તેમના વધુ અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
સ્ટીફન હોકિંગ વ્હિલચેર દ્વારા જ મુવ થતા હતા. આ બીમારીની સાથે આટલા સમય સુધી જીવીત રહેનાર સ્ટીફન હોકિંગ પહેલાં વ્યક્તિ હતા
અંદાજે 21 વર્ષની ઉંમરમાં બીમાર થયા બાદ પણ તેમણે પોતાના અભ્યાસને ચાલુ રાખ્યો અને તમામ ચોંકાવનારી શોધ દુનિયાની સામે મૂકી. હોકિંગ એક વ્હિલચેરના સહારે ચાલતા હતા અને એક કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા આખી દુનિયા સાથે જોડાતા હતા
2014મા સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ધ થિઅરી ઑફ એવરીથિંગ રિલીઝ થઇ હતી પ્રોફેસર સ્ટીફન હોકિંગે 1965મા પ્રોપર્ટીઝ ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સીસ વિષય પર પોતાનું પીએચડી પૂરું કર્યું હતું ખૂબ જ દિલચસ્પ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ તેમના પિતાએ મેડિકલ સાથે જોડાવાની સલાહ આપી. યુનિવર્સિટી કોલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું, એવામાં તેમણે ફિઝિકસની પસંદગી કરી. ત્રણ વર્ષ બાદ તેમને નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઑનર્સ ડિગ્રી મળી.