ફોનનો જવાબ ન આપનારને તમે હવે વીડિયો મેસેજ મોકલી શકશો


નવી દિલ્હી તા.14
ગુગલે પોતાના મોબાઈલ એપ ગુગલ ડીઓમાં એક નવું ફીચર ઉમેર્યું છે. આ ફીચર દ્વારા ગ્રાહક પોતાના દોસ્તોને વીડિઓ મેસેજ પણ મોકલી શકશે જે તેના ફોનનો જવાબ નથી આપી રહ્યા. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, હવે ડીઓ ગ્રાહક પોતાના એવા દોસ્તો અને પરિવારજનોને વીડિઓ મેસેજ મોકલી શકશે જે તેના ફોનનો જવાબ ના આપી શક્ય હોય. આ ફીચરમાં ગ્રાહક વ્યક્તિને 30 સેક્ધડનો વીડિઓ અથવા વોઈસ મેસેજ મોકલી શકશે જેણે તમારો ફોન કાપી નાખ્યો કે પછી ઉઠાવ્યો નાં હોય.
કોઈ ગ્રાહકથી મળેલી વીડિઓ મેસેજને રીસીવ કર્યા પછી તેણે પ્લે કરવા પતે વીડિઓ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. વીડિઓ જોયા પછી ગ્રાહક કોલ નાઉ બટન પર ટેપ કરીને વીડિઓ મોકલવા વાળા યુઝરને કોલ કરી શકે છે. ગુગલે જણાવ્યું કે, નવા વીડિઓ મેસેજ, ગ્રાહક દ્વારા જોયા પછી 24 કલાકમાં ઓટોમેટીક ડીલીટ થઇ જશે પરંતુ કંપનીએ વીડિઓ સેવ કરવાનો પણ વિકલ્પ આપ્યો છે કેમકે ગ્રાહક પોતાના સ્માર્ટફોનમાં તેમને ગમતો વીડિઓ સેવ કરી શકે.
બધા કોલ અને મેસેજ જેવી રીતે ગુગલ ડીઓમાં પણ વીડિઓ મેસેજ એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે. આ નવા ફીચરને એન્ડ્રોઈડ અને આઇઓએસ ડીવાઈસ માટે લોન્ચ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આ ફીચર દુનિયાભરના ગ્રાહકો માટે ઉપલબ્ધ થઇ જશે.