5.50 લાખના ખોરડા માટે ગરીબોને 38 હજારના માસિક હપ્તા

ઈએમઆઈના નિયત ધારાધોરણ મુજબ 34.54 લાખની લોન હોય ત્યારે આવડો હપ્તો લાગુ પડે!  દેવાળિયા સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંકયું: આવડા હપ્તા ભરવાની ત્રેવડ હોય તો કોઈ શિદને ઘસરડે તમારી કચેરીઓના પગથિયા 3 દિવસના ‘લોનમેળા’માં 20 બેંકોના હતા બેસણા, માર્કેટ રેટ કરતાં ઉંચા વ્યાજદરે હોમ લોનનાં ગરીબોને ડામ! રાજકોટ, તા. 14
હજુ હમણા જ કેન્દ્ર અને રાજયના બજેટમાં જાહેર થયું કે મધ્યમ વર્ગ માટે હજારો આવાસ બનશે અને ગરીબને પણ પરવડે એવી લોન પર ખોરડાં મળી રહેશે, હજુ હમણાં જ મુખ્યમંત્રી નરૂડાથના આવાસનું રહેશે. હજુ હમણાંજ મુખ્યમંત્રી નરૂડાથ આવાસનું ભૂમિપૂજન કરી ગયા અને 15 હજાર અરજદારોમાંથી 1055 નસીબવંતા લાભાર્થીનો ડ્રો કરી ગયા. આ તમામ ગતિવિધિએ સંખ્યાબંધ જરૂરતમંદ પરિવારોને નઘરનું ઘરાથ મળવાના સપનાં બંધાવ્યા હતા, પરંતુ મકાન બનતા પહેલા જ એમના ઘેર લેટર બોમ્બ મોકલીને નરૂડાથએ જાણે ભૂકંપ આણી દીધા છે! સાડા પાંચ લાખના આવાસ માટે 38-38 હજાર રૂપિયાના તોસ્તાન માસિક હપ્તા ભરવાની જાણકારી આપતા આ એલોટમેન્ટ લેટરથી જેમને ડ્રોમાં આવાસ લાગ્યા છે એમનાં સપનાં પણ ચકનાચૂર થઈ ગયા છે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા ટી.પી. સ્કીમ નંબર 17 ના ફાયનલ પ્લોટ નં.79 પર મુંજકા ખાતે 1055 આવાસ બનાવાના છે. આ સ્કીમ જાહેર થઈ ત્યારે અરજી કરવા અને ફોર્મ મેળવવા બાપડા ગરીબોએ રીતસર લાઈનો લગાવી હતી અને 15 હજારથી વધુ અરજીઓ આવી
પડી હતી. વિધાનસભા ચૂંટણી પૂરી થઈ પછી લાંબી ભાંજગડના
અંતે મુખ્યમંત્રીની વરણી થઈ અને તેમણે વતન રાજકોટ
આવીને આ આવાસનાં ડ્રો કર્યો એમાં એ 15 હજારમાં જે 1055 ને આવાસ મળ્યા એનો હરખ માથતો નહોતો. પણ એ ક્ષણભંગૂર નિવડયો છે.
અરજદારો ફોર્મ ભરતી વખતે કેટલા અને કેવડા માસીક હપ્તા ભરવાના રહેશે એવું પૂછતાં તો તેમને જવાબ અપાતો હતો કે લોન મેળો કરશું ત્યારે જાણ કરશું પરંતુ તમને પરવડે એવડા જ હપ્તા હશે હવે આ યોજના જ ઈકોનોમિક વીકર સેકસન માટેની હતી એટલે ગરીબોને લાગ્યું કે વાત પણ સાચી જ હશે. પણ માર્ચમાં એમને એલોટમેન્ટ લેટર મળવા માંડયા ત્યાંજ પગ તળેથી જમીન સરકી ગઈ. એમાં તેમને કયા બિલ્ડીંગમાં કયા નંબરનું આવાસ મળ્યુ એ ઉલ્લેખ માત્ર એક લીટીમાં જ છે, જયારે અન્ય લાંબી લચ્ચક સૂચનામાં જણાવાયું છે કે એપ્રિલ-2018 માં રૂા.38 હજારનો બીજો હપ્તો અનેએ પછી એપ્રિલ-2019 સુધી દર મહીનાની 10મી તારીખે 38-38 હજાર એમ 14 હપ્તા તથા 10 મે 2019 ના રોજ 15મા હપ્તા પેટે 36 હજાર ભરવાના રહેશે. અરજી વખતે ભરેલા 20 હજાર સહિત આમ કુલ 5.50 લાખ થઈ ગયા, ને એ સિવાય 10 જૂને મેન્ટેનન્સની રકમ રૂા.40 હજાર ભરવાની
ઉપરાંત અન્ય લાગુ પડતા ચાર્જીસ ભરવાના રહેશે!
આટલા મોટા હપ્તા ભરવાની ત્રેવડ હોય તો કોઈ સરકારી આવાસ ખરીદે જ શું કામ એ સરકાર કે રૂડાએ વિચાર્યુ જ નથી. હોમ લોનના ઈએમઆઈની સામાન્ય પ્રણાલી મુજબ પ્રતિ 1 લાખની લોન પર રૂા.1100 માસીક
હપ્તો આવે. આ જોતાં 5.30 લાખની લોન પર રૂા.5830 હપ્તો આવવો જોઈએ, 38 હજારનો હપ્તો તો 34 લાખ 54 હજારની લોન માટે લાગુ પડે!
રૂડાના વહિવટી અધિકારીએ એલોટમેન્ટ લેટર્સમાં તાકીદ કરી છે કે નલાભાર્થીએ ધિરાણના હપ્તા ધિરાણ આપનાર બેંકમાંથી રૂડા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સેવિંગ્સ એકાઉન્ટના ચેક મેળવી એચડીએફસીની યાજ્ઞીક રોડ શાખામાં જમા કરાવવાના રહેશે.થ અત્યાર સુધીમાં જે 600 લાભાર્થી લોન લઈ ચુકયા છે તે તમામને શનિવાર સુધીમાં એલોટમેન્ટ લેટર્સ મળી જવાના છે. અનેક રાષ્ટ્રીયકૃત બેંકો મહતમ 9 ટકામાં હોમલોન આપે છે પણ ગરીબોને 11 ટકાએ!
નોંધનીય છે કે માર્ચની તા.10, 12 અને 13 મીએ લોનમેળો રાખવામાં આવ્યો હતો, જેમાં 20 બેંકોએ 11 ટકા વ્યાજદરે અને ગૃહ ફાયનાન્સ લિમીટેડે 10.5 ટકા વ્યાજ દરે લોન ઓફર માટે થઈ અને નરૂડાથએ ગોઠવણ ખાનગી બેંક એચ.ડી.એફ.સી. સાથે કરી અનેક રાષ્ટ્રીયકૃત બેંકો 8.25 ટકાથી માંડીને મહતમ 9 ટકા વ્યાજ દરે હોમલોન આપે છે ત્યારે ગરીબોને આવાસ માટે 11 ટકા તોતીંગ વ્યાજદરે લોન લેવાની ફરજ પડી છે.
રૂપાણીએ ભૂમિપૂજન કર્યુ, ને રૂડા’એ ટવેન્ટી-20 જેવી સ્પીડ પકડી લીધી...!
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘રૂડા’ દ્વારા મુંજકા ખાતે નિર્માણ પામનારા આવાસોનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યુ હતું. 1055 આવાસનો ડ્રો પણ સંપન્ન થયો અને માર્ચમાં તો ‘રૂડા’એ એલોટમેન્ટ લેટર સાથે કયા મહિને કેવડો હપ્તો કયાં ભરવો એની જાણકારી પણ મોકલી દીધી. સ્થળ પર હજુ પાયા ખોદાતા હોય તો ભલે ! એક વર્ષમાં રૂડા આ આવાસ સોંપી દઈને 1055 ગરીબોને ‘ઘર ભેગા’ કરી દેવાની છે!
આર્મી જવાનોના બે જ ફોર્મ
આ યોજનામાં આર્મીના નિવૃત જવાનો માટે 20 આવાસ રીઝર્વ ફાળવાયા હતાં, જેમાં માત્ર બે જ અરજી આવી છે, બીજા 18 માટે ફોર્મ નથી આવ્યા.