ઉ.પ્ર.-બિહારના પેટા જંગમાં ભાજપને પછડાટ


લખનૌ તા.14
ઉત્તર પ્રદેશની ગોરખપુર, ફૂલપુર અને બિહારની અરરિયા સહિત બે વિધાનસભાની બેઠકો પર મતદાનની ગણતરીનો આરંભ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની શાખ દાવ પર છે. તો બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવની સાખ દાવ પર છે. અરરિયા બેઠકને લઈને બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર તમામની નજર છે. તમામ બેઠકો માટે 11 માર્ચના રોજ મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશના ગોરખપુરની બેઠક પર શરૂઆતમાં 2500 વોટથી ભાજપના ઉપેન્દ્ર શુક્લ આગળ હતા પરંતુ અનેક રાઉન્ડની ગણતરી પછી ગોરખપુર-ફુલપુરની બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારો આગળ નીકળી ગયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હોટફેવરિટ ગણાતી આ બેઠક પર ભાજપને પછડાટ લાગે તેવી સંભાવનાએ ભારે ચકચાર જાગી છે. આવી જ રીતે બિહારની અરરિયા લોકસભા બેઠક પર પણ રાજદના ઉમેદવાર સરફરાઝ આલમ આગળ નીકળી ગયા હોય નીતિનકુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ફૂલપુર પેટાચૂંટણીમાં સમાજવાદી પાટીના ઉમેદવારને 12383 મત, ભાજપના ઉમેદવારને 9906 મત ર્મીંયાનું જાણવા મળે છે.
અરરિયામાં ભાજપના પ્રદીપ કુમાર સિંહે આરજેડીના સરફરાઝ આલમ પર બઢત બનાવી અને જહાનાબાદમાં જેડીયુ આગળ હોવાના અહેવાલો છે.