આજની પ્રાર્થના

ભક્તની અને ભગવાનની ભેદરેખા
ફૂલની બહાર નીકળીને ફોરમ
ફૂલને શોધવા જાય તો શું થાય ?
એવું જ કંઈક મારી અને તારી બાબતમાં થયું છે.
નાવ અને સાગર વચ્ચેનો સંબંધ
તારી સાથે બાંધ્યો. પણ
પાણી અને સમુદ્ર વચ્ચેનો સંબંધ
બાંધવામાં નિષ્ફળ ગયો.
હવે તારા ભક્તિસાગરમાં મારે
પાણી-પાણી થઈ જવું છે.
ના, ના, સાગરમાં તો ભરતી,
ઓટનો થાક લાગશે. - પૂજ્ય યશોવિજયસૂરિ (ક્રમશ:)