ઉનામાં ફાટેલા હોઠ-તાળવાનો નિ:શૂલ્ક નિદાન કેમ્પ યોજાશેઉના,તા.14
ઉનામાં વિનામુલ્યે ફાટેલા હોઠ-તાળવાનો મફત નિદાન સારવાર તથા સર્જરી કેમ્પ યોજાશે. ઉનાની સેવાભાવી સંસ્થા શ્રી સદવિચાર ટ્રસ્ટ-ઉના તથા મેડલાઈફ ફાઉન્ડેશન અમદાવાદનાં સંયુકત ઉપક્રમે અ.નિ. પ્રભાવંતિબેન મણીલાલ ગાંધીની સ્મૃતિ અર્થે ગાંધી પરિવારનાં સહયોગથી ઉનામાં 1ર મી વખત તા.18-3 ને રવિવારે વેરાવળ રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનમાં સવારે 9 થી બપોરનાં 1 વાગ્યા સુધી યોજાશે. જયાં અમદાવાદનાં નિષ્ણાંત ડોકટરો દર્દીઓને તપાસશે અને ફાટેલા હોઠ તાળવાનીજન્મ જાત ખોડખાપણ બાળકોને જીભ અચકાતી હોય તેનું મફત નિદાન તથા સારવાર અપાશે.
આ ઓપરેશન લાયક દર્દીઓને વિનામુલ્યે અમદાવાદ લઈ જઈ વિનામુલ્યે ઓપરેશન કરી અપાશે. કેમ્પમાં નામ નોધાવા માટે ડો. ચુડાસમા તાલુકા હેલ્થ ઓફીસર, મંગળદાસભાઈ ગાંધી, જીતુભાઈ બી શાહ તથા ડી.એન. પુરોહીત તથા ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના તામ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.