તાલાલામાં ગીચ રસ્તાને બદલે પહોળા માર્ગ પર ફરજ બજાવે છે ટ્રાફીક પોલીસ

તાલાલા,તા.14
શહેેરમાં જે વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા શિરદર્દ બની છે ત્યાં સેવા
આપી લોકોને ટ્રાફીક સમસ્યામાંથી મુકતી અપાવવાને બદલે તાલાલાની ટ્રાફીક પોલીસ શહેરમાં જયા "લેસ માત્રટ્રાફીક સમસ્યા નથી ત્યાં આખો દિવસ સેવા આપતી હોય તાલાલા શહેરની ટ્રાફીક પોલીસ સામે ભારે લોક રોષ ફેલાયો છે.
આ અંગે તાલાલા શહેરની વિવિધ શેરી મહોલ્લામાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા શહેરમાં સાસણરોડ-સ્ટેશન રોડ, શાકમાર્કેટ ચોક અને પીપલવા રોડ ઉપર આખો દિવસ ભારે ટ્રાફીક રહે છે. કયારેક એક બીજા વાહનો સામસામે આવી જાય ત્યારે કલાકો સુધી ટ્રાફીક જામ થઈ જાય ત્યારે રાહદારીઓએ પસાર થવુ કઠીન બની જતુ હોય છે. તાલાલા શહેરની પ્રજા દયાજનક સ્થીતીમાં મુકાઈ જાય છે.
તાલાલા શહેરના લોકો છડેચોક ખુલ્લા આક્ષેપો કરે છે તાલાલા શહેરમા ટ્રાફીક પોલીસ છે પણ ટ્રાફીક પોલીસ તથા ટ્રાફીકવાન આખોદિવસ ગુંદરણ રેલ્વે ફાટક પાસેજ ઉભી રહે છે. ગુંદરણ રેલ્વે ફાટક પાસેનો માર્ગ મોટો અને પહોળો છે. આ માર્ગ ઉપર "લેસ માત્રટ્રાફીક નથી છતાં પણ ટ્રાફીક પોલીસ આ વિસ્તારમાં આખો દિવસ સેવા આપતી હોય તાલાલાની ટ્રાફીક પોલીસની કામગીરી સામે લોકો અવનવા સ્થીત આક્ષેપો કરી રહ્યાં છે.!!!
તાલાલા શહેરની ટ્રાફીક પોલીસ આખો દિવસ ગુંદરણ રેલ્વે ફાટક પાસે ઉભી દિવ-અને ઉના તરફથી આવતા પ્રવાસીઓ તથા પ્રવાસીઓના વાહનોની તપાસ કરવાની કામગીરી સાથે માત્ર ઉઘરાણા કરતી હોય તાલાલા શહેરમા ટ્રાફીક સમસ્યા દિવસે દિવસે અવિરત વધતી હોય તેવા ખુલ્લા કથીત આક્ષેપો સાથે તાલાલા શહેરની શિરદર્દ સમાન બની ગયેલ ટ્રાફીક સમસ્યામાંથી પ્રજાને રાહત અપાવા પ્રજામાંથી બુલંદ માગ ઉઠી છે. તાલાલામાં ટ્રાફીકની સમસ્યા સામે ટ્રાફીક પોલીસ બેદરકાર હોવાની રાવ
ઉઠી છે.
(તસ્વીર: સરદારસિંહ ચૌહાણ)