સુત્રાપાડાના બરૂલા ગામે નિવૃત આર્મીમેનનું સ્વાગતપ્રભાસપાટણ, તા. 14
સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામનાં કરશનભાઈ તેજાભાઈ બામણીયા માતૃભૂમિની રક્ષા કાજે તા.2-8-1999 માં આર્મી જોડાયેલ હતાં અને તેઓએ માં ભોમની રક્ષા કાજે ખુબજ દુર્ગમ વિસ્તારમાં પોતાની ફરજ બજાવેલ છે.
જમ્મુ કાશ્મીરના લેહ-લખાધ સહિત અનેક વિસ્તારોમાં નોકરી કરેલ જયાં 38 થી 40 ડીગ્રી સખત ઠંડીમાં ફરજ બજાવેલ. તેમજ રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરીયાણા સહિત અનેક વિસ્તારોમાં ખુબજ નિષ્ઠા પૂર્વકની ફરજ બજાવેલ હતી. અને તા.4-3-2018 ના રોજ નિવૃત થયા છે.
તેઓએ કુલ 18 વર્ષ 6 માસ અને 17 દિવસમાં ભોમની સેવા કરેલ અને જયારે તેઓ પોતાના ગામમાં પધારેલ ત્યારે તેમના પરિવાર અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત અને સન્માન કરેલ.
પ્રથમ વેરાવળ તાલુકાનાં ભાલકા મુકામે ફટાકડાની રમઝટ અને બેન્ડવાજા સાથે નાની બાળાઓએ કળશ સાથે સ્વાગત કરેલ અને ત્યાર બાદ સુત્રાપાડાનાં બરૂલા ગામે સમસ્ત ગામ દ્વારા તેમનુ ભવ્ય સ્વાગત કરે, અને ભારત માતાના જયધોશ બોલાવેલ. કરશનભાઈ બામણીયાનાં પરિવારજનો પણ ખૂબજ ખુશ થયેલ હતા અને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું તેઓ માતૃભૂમિની રક્ષામાં 402 બટાલીય ભૂમિદળમાં હવાલદાર તરીકે નિવૃત થયેલ છે. (તસ્વીર : દેવાભાઇ્ર રાઠોડ- પ્રભાસપાટણ)