ગોવિંદપરામાં વિજ તંત્રએ કરી ઘાલમેલ; મંજુર કનેકશન બીજાને ફાળવી દીધાની રાવ


વેરાવળ તા.14
વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે પાંચેક વર્ષ પૂર્વે એક ખેડુતનું ખેતીવાડી વિજ કનેકશન પાસ થયેલ જે તેની જાણ બહાર પી.જી.વી.સી.એલ. ના નાયબ અને જૂનીયર ઇજનેર સહીત દસ શખ્સોએ એક સંપ કરી અન્ય ઇસમને આ કનેકશન ફાળવી દેવાતા આ અંગે કૌભાંડ થયેલ હોવાનું બહાર આવતા પ્રભાસ પાટણ પોલીસમાં પી.જી.વી.સી.એલ. ના ઇજનેર સહીત દસ શખ્સો સામે કાવતરા અને છેતરપીડી અંગેની કલમો હેઠળ ગુન્હો નોંઘાતા વિજ વર્તુળમાંચકચાર મચેલ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળના ગોવિંદપરા ગામે રહેતા સ્વ.યુસુફભાઇ નથુભાઇ સુમરા ની સર્વેં. 78 તથા 89 પૈકીની જમીન પર ગત તા.14-2-2003 રોજ થ્રીફેઇસ સાડા સાત હોર્ષ પાવરનું ખેતીવાડીનું વિજ કનેકશન માંગેલ હતું જે સંદર્ભે ફેબ્રુઆરી 2012 માં પ્રભાસ પાટણ વિજ કચેરીનો પત્ર મળેલ જેમાં માંગણી મુજબના સર્વે નંબર વાળી જમીન તમોએ વેચી નાખેલ હોવાથી તમારી માંગણી અરજી રદ કરવામાં આવે છે જેના જવાબરૂપે અમારી જમીનની 7/12 ની નકલ રજૂ કરી અમારુ માંગણી વાળુ વિજ કનેકશન સર્વે નંબર 78 માં ફેરવી આપવા ફોર્મ ભરી રજૂ કરેલ જે વિજ કચેરીએ જે તે સમયે સ્વીકારેલ હતું.ત્યારબાદ વિજ કચેરીના અઘિકારીઓએ અન્ય જગ્યાએ મારા પિતાજી યુસુફ નથુ સુમરા ના નામનું સી.ઓ. રાઠોડ ઇકબલના નામ સાથે ગ્રાહક નં. 81215 / 01698 / 0 ના મીટર નં. પી.જી. 546466 બીલનું માર્ચ-2016 નું રૂા.1029 નું આપવામાં આવેલ તે અમારી જાણમાં આવેલ જે અંગે પ્રભાસ પાટણ વિજ કચેરીના અઘિકારીઓને રૂબરૂ મળી અમારા કનેકશન ફાળવણીમાં થયેલ ગેરરીતી અંગે અનેક રજૂઆતો કરેલ જેનો સંતોષ કારક જવાબ મળેલ ન હતો અને અમારૂ સર્વે નં. 89 ની માંગણી વાળુ વિજ કનેકશન સર્વે નં. 78 78 માં અન્ય જગ્યા પર ચાલતું હોય જેની રજૂઆત સામે જવાબદાર અઘિકારીઓ ગોળગોળ જવાબ આપતા હતા.આ જવાબોના કારણે અમોએ માહીતી અઘિકાર હેઠળ પ્રભાસ પાટણ વિજ કચેરીમાં વિગતો માંગેલ અને તેમાં વિગતો ન મળતા માહીતી આયોગને રજૂઆત કરેલ ત્યારબાદ પણ માહીતી ન આ5તા સર્કલ ઓફીસ જૂનાગઢ ના જાન્યુ-2017 ના હુકમથી 25-1-2017 ના રોજ અમારી માંગણી મુજબના દસ્તાવેજો માહીતી અઘિકાર હેઠળ આપવામાં આવતા અમારા વિજ કનેકશન બાબતે ખોટુ થયાનું જાણમાં આવેલ હતું. અમોને અપાયેલા દસ્તાવેજો માં અમોએ વિજ કનેકશન વખતે રજૂ કરેલ દસ્તાવેજો ઉપરાંત અનેક ફોર્મ તથા દસ્તાવેજોના કાગળોમાં અમારા પિતા યુસુફ નથુ ની સહીઓ કરેલ જે અમોએ કરેલ ન હતી અને મારા પિતાના નામે મંજૂર થયેલ વિજ કનેકશન ગોવિંદપરા ગામના સર્વે નં. 223 માં ફીટ કરવામાં આવેલ તે જમીનના ખેડુત ખાતેદાર ઇકબાલ સુલતાન રાઠોડ સહીત તેના પરીવારજનો ના નામે જમીન હોય જેમાં ફીટ કરાયેલ છે અને અમારુ વિજ કનેકશન એપ્રીલ 2014 થી જાન્યુઆરી 2015 સુઘીમાં અન્ય જગ્યાએ ફીટ કરેલ હોવાની શંકા છે.
અમારુ વિજ કનેકશન અન્ય સર્વે નંબરમાં ફીટ કરવા બાબતે થયેલ કાર્યવાહીમાં (1) ઇકબાલ સુલતાન રાઠોડ રહે.વેરાવળ (2) નાયબ ઇજનેર જે.સી.રૈયાણી (3) જૂનીયર ઇજનેર ડી.ડી.ડોડીયા (4) એન.ટી.વાદ્યેલા (5) નવીનગીરી મનુગીરી ગૌસ્વામી (6) જેસા રાજશી બારડ રહે.આજોઠા (7) કીશોર કાના રામ રહે.છાત્રોડા (8) ગ્રાહક નંબર મંજૂર કરનાર પી.જી.વી.સી.એલ. વેરાવળના જવાબદાર અઘિકારી (9) નો ડયુ સર્ટીફીકેટ આપનાર અઘિકારી (10) ટેસ્ટ રીપોર્ટ તથા કેપેસેટર રીપોર્ટ મંજૂર કરનાર અઘિકારી અને તપાસમાં ખુલે તે અન્ય કર્મચારીઓ સામે વિજ કનેકશન મંજૂર થયેલ ખેડુત ના પુત્ર શબ્બીર હુસેન સુમરા એ ઉપરોકત તમામ સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે આઇ.પી.સી. કલમ 466, 467, 468, 461, 471, 420, 406, 120 મુજબ ગુન્હો નોંઘી વઘુ તપાસ પી.આઇ. ચાવડાએ હાથ ઘરેલ છે.