જુનાગઢમાં એક સપ્તાહથી રાષ્ટ્રીયકૃત બેંકના એટીએમ બંધ


જુનાગઢ તા.14
જુનાગઢમાં છેલ્લા 6 દિવસથી અમુક એટીએમ બંધ રહેતા શહેરના હજારો લોકો અને એટલાં જ પ્રમાણમાં આવતા પ્રવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
બેંકો દ્વારા એટીએમ શરૂ કરાતા લોકો હવે રોકડ રકમ દ્વારા ઉપર રાખતા બંધ થઈ ગયા છે. અને એની ટાઈમ મની વાળા એટીએમ બેન્કના ગ્રાહકોની જેમાં રકમમાંથી જયારે અને જયાં રૂપિયા જોઈતા હોય ત્યાં મળી જતા હોવાથી પ્રવાસીઓ પણ રોકડ રકમ લઈ નીકળતા નથી ત્યારે જુનાગઢમાં છેલ્લા છએક દિવસથી એટીએમ દ્વારા કૃત્રિમ નોટબંધી થઈ જવા પામી છે. શહેરના મોટાભાગના એટીએમ બંધ છે. અમુક ચાલુ છક્ષે પરંતુ ત્યાં પણ વારંવાર રૂપિયા પુરા થઈ જતા હોવાની રાડ ઉઠવા પામી છે.
શહેરમાં આશરે 250 જેટલા એટીએમ આવેલા છે અને 15 હજારથી વધુ લોકો સરેરાશ રીતે આ એટીએમનો ઉપયોગ કરતા હતા પરંતુ રીઝર્વ બેંક દ્વારા નોટોની બદલી થતા એટીએમ બંધ રાખવા પડે તેવી નોબત આપવી પડી છે. વાસ્તવમાં છેલ્લા ઘણા માસથી રીઝર્વ મેંકમાંથી રૂા.2 હજારની નોટો જુનાગઢ બેંકમાં આવી નથી, બેંકમાંથી એટીએમમાંથી મેળવેલી રૂા.2 હજારની નોટોનો લોકો સંગ્રહ કરી રહ્યા છે ત્યારે રૂા.50 અને 100ની નોટો ચલણમાં છે તે ગ્રાહકો મોટી રકમના ઉપાડ વખતે લેવાનો નનૈયો ભણે છે એટલે બેંકમાં મોટી રકમ છે નહીં તેથી એટીએમમાં મુકાતી નથી. રૂા.200ની નોટો આવી છે પરંતુ એટીએમમાં તેનું બોક્ષ નથી આમ નોટોના કારણે જુનાગઢના એટીએમમાં કૃત્રિમ તંગી સર્જાણી છે.
એક બાજુ પગારના દિવસો છે ત્યારે અને પેન્શનરોના પેન્શન બેંકમાં જમા થયા છે ત્યારે એટીએમને અલીગઢના તાળા મરાઈ જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે મળેલી સગવહતાનો છેદ ઉડતા બેંકોમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે ત્યારે બેંક દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી તીવ્ર લોકમાંગ ઉઠવા પામી છે.