નવા ગામનાં સરપંચ,ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો


કાલાવડ તાલુકાનાં નવાગામે આજરોજ નવા ચુંટાયેલા સરપંચ સંજયભાઈ વી. ચોવટીયાએ સરપંચ તરીકેનો વિધીવત ચાર્જ સંભાળેલ. તેમની પેનલના પંચાયત સદસ્યોમાંથી સંજય કે અકબરી, ઉપસરપંચ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આ તકે નવાગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી શ્રી ભોળા તથા ગ્રામ સેવક હાજર રહીને ચુંટાયેલા તમામ સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર: હાર્દિક ખાઘેડિયા-નવાગામ)