વડીયાના રામપરા ગામમાંથી ઉઠયો પાણીનો પોકાર

ગ્રામ પંચાયત દ્વારા અઠવાડીયે એક જ વાર થતા પાણી વિતરણથી બાકીની જરૂરીયાત પુરી કરવા અબાલ વૃધ્ધોનો રઝળપાટ
વડીયા તા,14
રાજ્યમાં ઉનાળાના આરંભે જ વડિયાના રામપુર ગામે પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના રામપુર ગામે પાણીનો પોકાર ઉગ્ર બન્યો છે. અઠવાડિયે માંડ એક વાર મળતા પીવાના પાણીને લીધે અહીં રહીશો પાણી વગર ટળવળી રહ્યા છે
અહીના વિસ્તારના લોકોએ બિજી વખત પરેશ ઘાનાણીને ખોબલેને ઘોબલે મત આપીને વિજય બનાવ્યા પણ ? લોકોની આશા હજુ એમનેમજ છે....
વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર રામપુરમાં અઠવાડિયે એક વખત પાણી વિતરણ લોકો પાણી માટે તળવળી રહયા છે !
રાજ્યમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લાના રામપુર ગામે પાણીનો પોકાર ઉગ્ર બન્યો છે. અઠવાડિયે માંડ એક વાર મળતા પીવાના પાણીને લીધે અહીં રહીશો પાણી ના ફાંફા પડી રહ્યા છે.
અમરેલી જિલ્લાના વડિયાથી 12 કિલોમીટર દૂર આવેલું રામપુર ગામ. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તારમાં આવે છે તેમજ જિલ્લા પચાયત તાલુકા પંચાયત સહિત ત્રણેય કોંગ્રેસ છે છતાં પણ આ ગામમાં ઉનાળાના આરંભે જ પાણીના પોકાર ઉઠવા શરૂ થયા છે. અંદાજે પચ્ચીસોથી ત્રણ હજારની વસ્તી ધરાવતા રામપૂર ગામમાં નર્મદાનું પીવાનું પાણી છ થી આઠ દિવસે આવે છે. અને તે પણ જરૂરિયાતના 33 ટકા જ. આથી ગામની મહિલાઓએ માથે બેડા મૂકી દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.
ગામના ભાગોળે માત્ર બે બોર આવેલા છે. તેમાં પણ મોળું અને ખારું પાણી આવે છે. જયારે પીવા ના પાણીતો કયાય દુર દુર સુઘી જવુ પડેછે ખારુ અને મોળુ પાણી માઞ તેનો ઉપયોગ ઘર વપરાશમાં થાય છે. અહીંની ગ્રામ પંચાયત લોકો પાસેથી 200 થી 500 રૂપિયા ઉઘરાવી પાણીના ટાંકા મંગાવે છે. તે પણ બહારના ગામમાંથી પાણી લાવવામાં આવે છે. જેથી ઢોર અને મનુષ્યોને પણ પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અમરેલી કાર્યપાલકને તથા અમરેલીના અનેક નેતાઓને રજૂઆત કરવા છતાં હજુ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગ્રામજનોની માંગ છે કે તેમના ધારાસભ્ય પરેશ ધાનાણી આ મુદ્દો ગૃહમાં ઉછાળે જેથી ગામ લોકો ની સમસ્યા ઉકેલાય અને મતદાતાઓને પછતાવો ન થાય. (તસ્વીર : જીતેશગીરી ગોસાઈ વડિયા)