આરોપીને ઢોર માર મારતા તેની બંને કીડની ફેઈલ થયાની ફરિયાદ

અમદાવાદ સારવારમાં ખસેડાતા ભાંડો ફૂટયો: એસ.પી.એ કર્યો તપાસનો આદેશ
ધ્રાંગધ્રા તા.14
ધ્રાગધ્રામાં સીટી પીઆઇ એન.કે.વ્યાસ પર યુવાને ઢોરમાર મારતા કિડની ફેઇલ થયાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
ધ્રાગધ્રા શહેરમા કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક પીઆઇ એન.કે.વ્યાસને મુકાયા હતા જ્યારે કડક પીઆઇની છાપ ધરાવવા છતા શહેરમા નહિવત ગૃન્હાખોરીનુ પ્રમાણ ઘટતા ફરીયાદોનુ પ્રમાણ વધ્યુ હતુ. જ્યારે હાલમા જ ધ્રાગધ્રા શહેરના હિતેષભાઇ નામના પથ્થરના વેપારી પાસે ત્રણ શખ્સોએ પાંચ લાખની ખંડણી માંગી છરી દેખાડી હોવાની ઘટના બની હતી જે બાદ હિતેષભાઇ દ્વારા ફરીયાદ કરતા આ ખંડણીખોર ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા પરંતુ ત્રણ શખ્સોમાના એકને પીઆઇ વ્યાસ દ્વારા ગંભીર રીતે માર મારતા બંન્ને કિડની ફેઇલ થવાના આક્ષેપ પીઆઇ પર થઇ રહ્યા છે.
ે આ બાબતની સમગ્ર વિગત જાણીએ તો થોડા દિવસ પુવેઁ ધ્રાગધ્રા શહેરના હળવદ રોડ પર રહેતા હિતેશભાઇ ત્રિવેદી નામના વેપારીની કાર સાથે ત્રણ શખ્સોએ પોતાનુ બાઇક અથડાવી છ હજારની માંગ કરી હતી ત્યાર બાદ ફરી પાછા આ વેપારી પાસે રુપિયા પાંચ લાખની માંગ કરી ટોચઁર કરાતુ હતુ જેથી વેપારી દ્વારા પોલીસને ફરીયાદ કરતા સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમા ખંડણીખોર સોયેબ ઉફેઁ બાદશાહ, નિઝામ ઉફેઁ બે રુપિયા તથા, અફઝલ ઉફેઁ બે રુપિયાને ઝડપી પાડ્યા હતા જોકે બાદમા ત્રણેય શખ્સો જામિન પર છુટ્યા બાદ સોયેબ ઉફેઁ બાદશાહની તબિયત લથડતા તેણે ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ સારવાર લીધી હતી જેમા સારવાર દરમિયાન ધ્રાગધ્રા સરકારી હસ્પીટલના ડોક્ટર અરુણ પ્રસાદ દ્વારા સોયેબને કમળો થયો હોવાનુ જણાવ્યુ હતુ પરંતુ બાદમા સોયેબે અમદાવાદ ખાતે પણ સારવાર લીધી હતી જ્યા રીપોટઁ દરમિયાન તેની બંન્ને કિડની ફેઇલ થઇ હોવાની વાત ખુલી હતી જેથી સોયેબ ઉફેઁ બાદશાહે પીઆઇ એન.કે.વ્યાસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે ધરપકડ બાદ પીઆઇ દ્વારા રાત્રીના સમયે લોકઅપમા સોયેબને પેટના ભાગે પાટુ મારી હતી જેના લીધે પોતાની કિડની ફેઇલ થઇ છે. કિડની ફેઇલ થયાના રીપોટઁ આવતાની સાથે પીઆઇ પર ફરીયાદની તજવીજ હાથ ધરી હતી પરંતુ હજુ સુધી પીઆઇ પર કોઇપણ જાતની કાયઁવાહી પણ ન થઇ હોવાની વાત કરી હતી ગઇકાલે સોયેબ ઉફેઁ બાદશાહના પરીવારજનો તથા સ્નેહીજનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી તથા એસ.પી ઓફીસે દોડી આવ્યા હતા જ્યા પીઆઇ વિરુધ્ધ આવેદનપત્ર પાઠવી એન.કે.વ્યાસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા સાથે માંગ કરી હતી કે પીઆઇ એન.કે.વ્યાસ પર ફરીયાદ થાય. જેમા સોયેબના પિતાના બહેન દ્વારા જણાવાયુ હતુ કે પોલીસ અધિકારીઅએ પોતાની વદીઁનો દુઁપયોગ કયોઁ છે અને સજા દેવી ન્યાયાલયનુ કામ છે ત્યારે પોતાના ભત્રીજાને જીવતા જીવ નકઁમા નાખવા પાછળ માત્ર પીઆઇ જવાબદાર છે. આવેદનપત્ર અને ઉચ્ચ અધિકારીઓને રજુવાત કતાઁ જીલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીએ તપાસના આદેશ આપ્યા હતા. સોયેબ ઉફેઁ બાદશાહને પોલીસ દ્વારા માર મારવાના કિસ્સાની વાત સમગ્ર જીલ્લાની ટોપ ઓફ ધી ટાઉન બની છે. જેથી પીઆઇ વ્યાસના કેટલાક વિરોધ્ધીઓ પણ સોયેબની સાથે વ્યાસના વિરોધ્ધમા જોડાયા હતા. તો પીઆઇ વ્યાસની મુશ્કેલીમા વધારો થતા પીઆઇ થોડા દિવસ રજા પર ઉતરી ગયા હતા અને આ બાબતે માહિતી લેતા પોતે મૌન ધારણ કરેલ છે.સોયેબ ઉફેઁ બાદશાહ હાલ અમદાવાદ ખાનગી હોસ્પીટલમા સારવાર લઇ રહ્યો છે. જેની બંન્ને કિડની ટ્રાન્સપ્લાન કરવી પડે તેવી સ્થિતિ હોવાની વાત ડોક્ટરે જણાવી છે.