મોરબી-હળવદમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવા કેન્દ્રો શરૂ કરવા કાર્યવાહીમોરબી તા,14
રવિ માર્કેટિંગ સિઝન 2018-19 દરમિયાન તા 15/3/18 થી 31/5/2018 સુધી રાજ્ય માં ઘઉં પકવતા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકા ના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લી દ્વારા મોરબી જિલ્લા ના ગોડાઉન કેન્દ્ર 1 મોરબી 2 હળવદ ખાતે તેમજ સંબંધિત ખેતીવાડી ઉત્પન બઝાર સમિતિ ખાતે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલ ફેર એવરેજ ક્વોલિટી મુજબ ગુણવત્તા ધરાવતો ઘઉં નો જથ્થો પ્રતિ ક.વી રૂ 1735 347 પ્રતિ મણ 20 કીગ્રા ના ટેકા ના નિયત કરેલ ભાવે ખેડૂત પાસેથી સરકાર દ્વારા આયોજન કરાયું છે જેમાં ખેડૂતો વાવેતર ને 7/12 સહિત ના પુરાવા બેંક ખાતા વિગતો સાથે લાવવાની રહેશે કેન્દ્ર સરકાર દ્વારા નિયત થયેલ ઘઉં ના કુલ વાવેતર વિસ્તાર ના પ્રતિ હેક્ટર દીઠ 2807 કી ગ્રા ઘઉં નો જથ્થો સ્વીકારવામાં આવશે ખેડૂતો એ ખરીદ કેન્દ્ર ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, વધુ વિગતો મુજબ આ અંગે ખેડૂતો ને વધુ માહિતી માટે મોરબી ગોડાઉન મેનેજર 94280 03246 હળવદ ગોડાઉન મેનેજર 8733059325 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.