લોધીકાના રાવકીમાં યુવાન પર મહિલા સહિત પાંચ શખ્સોનો પાઇપથી હુમલો


રાજકોટ,તા.14
લોધીકાના રાવકી ગામે યુવાન પર મહિલા સહિત પાંચ શખ્સોએ પાઇપ વડે હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ રાવકી ગામે રહેતો રવિ રસીકભાઇ બગડા (ઉ.વ.2) નામનો યુવાન ગઇ કાલે બપોરે ગામમાં હતો ત્યારે સુરેશ ઘના, જગદીશ, સુરેશ, શૈલેષ રવજી, રવજી દાના અને જાનુબેન શૈલેષ કોઇ કારણ સર ઝઘડો કરી પાઇપ વડે હુમલો કરતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.