જામ્યુકોની મિલ્કત વેરા શાખા દ્વારા 4 મિલ્કતો સીલ


જામનગર,તા.14
જામનગર મહાનગર પાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા બાકી રોકાતા મિલ્કત વેરાની વસુલાત કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વેરો નહી ભરનાર ચાર આસામીઓની મિલ્કત સીલ કરી દેવામાં આવી છે.
જામનગરના ખોજા ચકલો, 58 દિગ્વીજય પ્લોટ, મુલ્લા મેડી રોડ વગેરે વિસ્તારમાં વેરા વસુલાતની કામગીરી હાથ ધરી વેરો નહી ભરનારા હુશેન અયુબ ચાકી, અરશી આર કંડોરીયા અને યુસુફ અલી મકાતીની બે મળી કુલ ચાર મિલ્કતો સીલ કરી છે. જ્યારે અન્ય જુદા-જુદા 23 જેટલા આસામીઓ પાસેથી બાકી રોકાતી વેરાની રૂા. 7,61,857ની રોકડ રકમ સ્થળ ઉપર વસુલ કરવામાં આવી હતી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.