રાજકોટનો ચેપ જામજોધપુરમાં! બે વાહન રાતે કોઇએ સળગાવી દીધાજામનગર તા,14
જામજોધપુરના નંદનવન પાર્કમાં રહેતા એક કુંભાર યુવાનના રહેણાંક મકાનની બહાર પાર્ક કરવામાં આવેલા એક બાઈક અને એક સ્કૂટર સહિત બે વાહનોમાં કોઇ અજ્ઞાત શખ્સોએ આગ પાંચી દઇ સળગાવી નાખ્યાની એક નુકશાન પહોંચાડાયાની ઘટના સામે આવી છે.
જામજોધપુર
રમાં નંદનવન પાર્ક બ્લોકના એફ 134 શેરી નં.2માં રહેતા નીતીન ઠાકરશીભાઇ ઉનાગર નામના કુંભાર યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલાઅ જીજે10 બીએ 7243 નંબરના હીરોહોન્ડા પેશન બાઈક તેમજ જીજે10 બી કયુ 7656 નંબરના એકસેસ સ્કૂટરમાં તા.13ની મોડી રાત્રીના દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં કોઇ અજ્ઞાત શખ્સોએ આગચાંપી દઇ સળગાવી નાખ્યા હતા જે આગની લપેટમાં આવી જતા બન્ને વાહનોમાં ભારે નુકશાન થયું હતુ આ બનાવ અ:ગે જામજોધપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય આચરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જામજોધપુરમાં જુગાર અંગેબે સ્થળે દરોડા
જામજોધપુરમાં આઝાદ ચોક વિસ્તારમાં રહેતા ચંદુલાલ ઉર્ફે મકકાપીર નારણદાસ નથવાણી નામના 75 વર્ષના બુઝર્ગને જાહેરમાં વર્લીના આંકડા લખી રૂપિયાની હારજીત કરવા અંગે પોલીસે ઝડપી લીધો છે અને તેઓ પાસેથી રૂા.2380 ની રોકડ રકમ અને વર્લીનું સાહિત્ય કબ્જે કર્યુ છે આ ઉપરાંત તેમની સાથે વલીૃના આકડાની કપાત કરાવનાર જામજોધપુરના ડાનાભાઇ હંસરાજભાઇ મવરને ફરારી જાહેર કરાયો છે.
બીજો દરોડો જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી વર્લી મટકાના આંકડા લખી રહેલા મહેન્દ્ર ગોવિંદજી સુરેજા નામના 54 વર્ષના પ્રૌઢની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રોકડ અને વર્લીનું સાહિત્ય કબ્જે કર્યુ છે જેઓ સામે પણ વર્લીના આંકડા લખી હારજીત કરનાર ધીરજ શંભુભાઇ પટેલને ફરારી જાહેર કરાયો છે.