ખંભાળીયાના સ્વર્ગપુરી સ્મશાનમાં કાલે વાસ્તુપુજન તથા લોકાર્પણ

ખંભાળીયામાં દ્વારકા ગેઇટ પાસે આવેલા સ્વર્ગપુરી - સ્મશાનમાં આવતીકાલે ગુરૂવાર તા.1પ મી ના રોજ અહીંની જાણીતી ધાર્મિક સેવા સંસ્થા ગાયત્રી ગરબા મંડળના સહયોગથી બંધાવી આપેલા અસ્થીરૂમનું વાસ્તુ પુજન તથા હવનનો કાર્યક્રમ સવારે 8.30 થી 11 વાગ્યા સુધી યોજવામાં આવ્યો છે. ત્યારબાદ અહીંના પીઢ લોહાણા કાર્યકર પ્રવિણભાઇ છગના હસ્તે લોકાર્પણ તથા સન્માન કાર્યક્રમ સ્વર્ગપુરી ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો છે. (તસ્વીર : કુંજન રાડીયા)