કાલાવાડમાં દારૂની બોટલનો કાથળો ભરીને નીકળેલો ‘હિંમતવાન’ ઝબ્બેકાલાવાડ તા.14
કાલાવાડમાં પોલીસે દારૂ અંગે દરોડો પાડી છોટા ઉદેપુરના એક આદિવાસી શખ્સની દારૂના જથ્થા સાથે ઘરપકડ કરી લીધી હતી જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
કાલાવાડમાં પી.ડબ્લય.ડી સર્કલ પાસે જાહેર રોડ પરથી એક કોથળામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને નિકળેલા મૂળ છોટા ઉદેપુરના વત્નિ અરવિંદ રેવજી રાઠવા નામના આદિવાસી ભીલ શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો જેની તલાસી દરમીયાન તેના કબ્જામાંથી રૂા.42,000/- ની કિંમતની 84 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીઓનો જથ્થો મળી રહ્યો હતો જેથી કાલાવડ પોલીસે તેની ઘરપકડ કરી લઈ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે આ ઉપરાંત પોલીસની પુછપરછમાં ઉપરોકત દારૂનો જથ્થો જામનગર તાલુકાના સુમરી ગામના ખોડાભાઈ રણછોડભાઈ કોળી નામના શખ્સ દ્વારા આયાત કરાયો હોવાનો જાણવા મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાંથી વધુ એક સગીરાનું અપહરણ
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની વયની એક સગીરાનું તા.08/03/2018 ના દિવસે પોતાના ઘેરથી અપહરણ થઈ ગયું હતું અનો લીમડા લાઈન વિસ્તારમાં રહેતો ગણેશ માનસિંગ કણસારા નામનો પરપ્રાંતિય શખ્સ લગ્ન કરવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હોવાનું ઘ્યાનમાં આવતા સગીરાના પરિવારજનો દ્વારા સીટી.બી.ડીવી. પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે. અને તેને પોલીસ શોધી રહી છે.
જામનગર તાલુકાના ધ્રાંગડાની પરીણીતાને પતિ દ્વારા મારકુટ
જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતી અને મોરબી જિલ્લાના ધુડકોટમાં પરણાવેલી નર્મદાબેન ધીરૂભાઈ મકવાણા નામની 30 વર્ષની દલીત યુવતિએ પોતાને માર્ગ પર ઉતારી દઈ જાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના પતિ ધીરૂભાઈ આલાભાઈ પરમાર સામે પંચ કોસી. એ. ડીવી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને તેણીનો પતિ ધીરૂભાઈ ધુડકોટ ગામેથી બાઈક પર તેના માવતરે ધ્રાંગડા ગામે ઉતારવા માટે આવતો હતો જે દરમિયાન રસ્તામાં બોલાચાલી થતા પતિએ તેણીને ઉતારી દઈ જાપટો મારી હતી અને ધાકધમકી આપી ચાલ્યો ગયો હતો જેથી તેની સામે પોલીસ ફરિયાદ કરાય છે.