આવતીકાલથી મોરબી અને હળવદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશેરાજકોટ, તા. 14
રવિ માર્કેટીંગ સીઝન ર018-19 દરમ્યાન તા. 15/3/2018 થી 31/05/2018 સુધી રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.મોરબી જીલ્લાના ગોડાઉન કેન્દ્ર જેમાં (1) મોરબી તથા (ર) હળવદ ખાતે તેમજ સબંધિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલ યુનિફોર્મ સ્પેશીફીકેશન (ફેર એવરેજ કવોલિટી) મુજબ ગુણવતા ધરાવતો ઘઉંનો જથ્થો પ્રતિ કવિ. રૂા. 173પ/-(રૂા. 347/- પ્રતિ મણ ર0 કિ.ગ્રા.)ના ટેકાના નિયત કરેલ ભાવે ખેડુત પાસેથી તે જ ખેડુતના ચાલુ વર્ષના 7/12 (જેમાં 17/18નું ઘઉંનું વાવેતર નોંધાયેલ હોય તેવી) નકલ તેમજ 8/અના ઉતારાની નકલ ખેડુતપોથી તથા બેંક ખાતાની વિગતો સાથે ભાવવાની રહેશે. કેન્દ્ર સરકારશ્રી દ્વારા નિયત થયા મુજબ ઘઉંના કુલ વાવેતર વિસ્તારના પ્રતિ હેકટર દીઠ ર807 કિ.ગ્રા. ઘઉંનો જથ્થો સ્વીકારવામાં આવશે.
રવિ માર્કેટીંગ સીઝન ર018-19 માટે સૌપ્રથમ ખેડૂતોએ નિગમના ગોડાઉન તથા એ.પી.એમ.સી. ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે માટે ખેડૂતો એ ઉપર જણાવ્યા મુજબ પુરાવાઓ સાથે જે તે તાલુકાના નિગમના ગોડાઉન મેનેજરનો સંપર્ક સાધવાનો રહેશે. ખેડુતોને ઘઉંનો જથ્થો સ્વચ્છ તેમજ ભેજ રહિત લાવવા માટે અનુરોધ છે. ખેડુતે બારદાન કે ગુણવતા ચકાસણી માટે કોઇ રકમ ચુકવવાની રહેશે નહી. જીલ્લામાં ઘઉં પકવતા ખેડુતોને વધુમાં વધુ જથ્થો ઉપરના ખરીદ કેન્દ્રોમાં વેચાણ કરી લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. વધુ જાણકારી મોરબી ગોડાઉન મેનેજરનો 94280 03246 અને હળવદ ગોડાઉન મેનેજરનો 87330 59325 સંપર્ક કરવા મોરબી કલેકટરની યાદીમાં જણાવાયું હતું.