આટકોટમાં પરિણીતા ઉપર દિયરનો હુમલો


રાજકોટ તા,14
જીલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે કૈલાસનગર વિસ્તારમાં દેવીપુજક પરિણીતા ઉપર દીયર સહીતનાએ હુમલો કરતા ચકચાર જાગી છે.
આટકોટમાં દેવીપુજક પરીવારની પરિણીતા તેજલબેન મુકેશભાઇ વિકુભાઇ મંદુરીયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેના દિયર કીશોરભાઇ વિકુભાઇ મંદુરીયાની પત્ની કૈલાસબેનને સુધરવા માટે ઠપકો આપતા કૈલાસબેન પિયર જતા રહ્યા હતા જેને લીધે કીશોર વિકુભાઇ મંદુરીયા તથા ભરત વિકુભાઇ મંદુરીયાએ તેજલબેન સાથે ઝગડો કરી તેજલબેન ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો તેમજ ડાબા પગમાં ઈજા પહોંચાડી હતી. વધુ તપાસ આટકોટ પીએસઆઈ એ.વી. જાડેજા ચલાવી રહ્યા છે.