જામનગરના મ્યુનિ. કમિશનરે ઉંડ-1 ડેમની મુલાકાત લીધી
જામનગર તા,14
જામનગર શહેરને પાણી પુરુ પાડતા ઉંડ-1 સિંચાઈ યોજનાના ડેમ સાઈટની જામનગર મહાનગરપાલીકાના કમિશનર આર.બી. બારડ ઉપરાંત ચીફ ફાયર ઓફીસર બીશ્નાઈ અને વોટર વર્કસ શાખાના નાયબ ઈજનેર બોખાણી સહિતની ટીમે મુલાકાત લીધી હતી અને શહેરની પાણીની પરિસ્થિતિ માટેની સમીક્ષા કરી હતી. જામનગરવાસીઓને ચોમાસાના પ્રારંભ સુધી પાણીની જથ્થો મળી રહે તેના આયોજનના ભાગરૂપે આ મુલાકાત યોજાય હતી.
ઉંડ ડેમમાં હાલમાં પાણીનું લેવલ 24.68 ફુટ તથા પાણીનો જથ્થો 1014 એમસીએફટી જેટલો ઉપલબ્ધ છે અને હાલ ઉંડ ડેમમાંથી જામનગર શહેર માટે પ્રતિદિન 25 એમએલડી પાણી મેળવવામાં આવે છે. જેમાં આગામી એપ્રીલ માસથી દૈનિક 30 થી 32 એમએલડી પાણી ઉપાડવામાં આવશે અને ઉંડ ડેમમાં જુલાઈ મહીનાના અંત સુધી પ્રતિ 30 થી 32 એમએલડી પાણી ઉપાડવામાં આવશે અને ઉંડ ડેમમાં જુલાઈ મહીનાના અંત સુધીપ્રતિ 30 થી 32 એમએલડી પાણી મળતુ રહેશે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને તેમ મુજબનો પર્યાપ્ત જથ્થો ઉંડ ડેમમાં હૈયાત પણ છે.
મ્યુનિ. કમીશનર અને તેમની ટીમ દ્વારા જામનગર શહેરને પુરુ પાડતાપાણીના અન્ય સ્ત્રોત રણજીત સાગર ડેમ અને સસોઈ ડેમ વગેરેની પણ મુલાકાત ગોઠવાઈ રહી છે અને જામનગર શહેરને જુલાઈના અંત ભાગ સુધીમાં એકાંતરા પાણી નિર્ધારીત સમય સુધી મળતું રહે તે પ્રકારનું આયોજન માટે સમીક્ષા કરવામાં આવી રહી છે. (તસ્વીર: સુનિલ ચુડાસમા-જામનગર)