જૂનાગઢમાં કાલથી બે દિવસીય સંત સ્થાનકો અને લોક સાંસ્કૃતિક પરંપરા વિશે પરિસંવાદ

  20મીએ સર્વજ્ઞાતિય સમુહલગ્ન: 51 કુંડી મહાયજ્ઞ યોજાયો
જૂનાગઢ તા,14
નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે કાલથી જુનાગઢ ખાતે સંત સ્થાનકો- લોક સાંસ્કૃતિક પરંપરાઓ વિષય પર પરિસંવાદ યોજાશે જેમાં ગુજરાતભરની વિવિધ કોલેજોના અધ્યાપકો પોતાના રિચર્સ પેપરો રજૂ કરશે.
આ પરિસ:વાદમાં નિરંજન રાજયગુરુ પંચાળની સંત પરંપરા અને તેના સ્થાનકો વિષય ઉપર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી ચારણ આઈ પરંપરા અને તેના સ્થાનકો વિષય પર જયારે કવિ દલપત પઢીયાર અને ડો.નાથાલાલ ગોહિલ અનુક્રમ રવિ-ભાણ પરંપરા અને તેના સ્થાનકો તથા મહાપંથી સંત પરંપરા અને તેના સ્થાનકો વિષય ઉપર વકતવ્ય આપશે.
બે દિવસ ચાલનાર આ પરિસંવાદમાં તા.16ના રોજ કુલપતિ પ્રો.ડો.જે.પી. મૈયાણીના અધ્યક્ષસ્થાને પુષ્કર ચંદરવાકર લોક સાહિત્ય તથા બળવંત જાની સંત સાહિત્ય તથા ડો.બળવંત જાની સંત સાહિત્ય વ્યાખ્યાનમાળાનું આયોજન કરાશે જેમાં લોક સાહિત્યમાં ચારણી સંસ્કૃતિનું નિરૂપણ વિષય પર પદ્મશ્રી ભીખુદાન ગઢવી તથા સંતવાણી અને જેસલ તોરલ વિષય ઉપર કવિ દલપત પઢીયાર વકતવ્ય આપશે.
વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં 25 ચંદ્રકો મેળવતા રમતવીરો
અંબાજી ખાતે યોજાયેલી 8મી ઓલ ઈન્ડીયા વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં જુનાગઢના ગ્રુપે 25 જેટલા ચંદ્રકો મેળવી જુનાગઢનું ગૌરવ વધારેલ છે.
રાજયભરના 2500 થી વધુ રમતવીરોએ ભાગ લલધેલી આ સ્પર્ધામાં જુનાગઢના શશાંક ત્રિવેદી, હાલા મહેર, મિતલ રાઠોડ અને રિધ્ધી પરમારે સુવર્ણ ચંદ્રક સહિત શહેરના 5 રમતવિરોએ પ સિલ્વર, 16 કાસ્ય ચંદ્રક મેળવ્યા હતા. જયારે ગ્રુપકાતામાં પ્રથમ સ્થાન ગ્રુપ ટુમીતે માં તૃતીય સ્થાન જુનાગઢે મેળવ્યું હતું.
આગામી જુને વિજેતા રમતવીરો નેશાનલ કરાટે ચેમ્પીયનશીપમાં અરુણાચલ ખાતે રમવા જશે.
20મીએ સર્વજ્ઞાતિય સમુહલગ્ન
જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આગામી તા.20ના રોજ સર્વ જ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે આ સમુહલગ્નમાં જોડાવા ઈચ્છતા નવદંપતિ કે તે તેના વાલીએ સુર્ય મંડળ રોડ જુનાગઢ ખાતે સંસ્થાની કાર્યાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવેલ છે.
51 કુંડી મહાયજ્ઞ યોજાયો
આર્ય સમાજ જુનાગઢ દ્વારા ભવાનીપુર-કચ્છથી ગુરુ આચાર્ય પૂજય સ્વામી શાંતાનંદજીની ઉપસ્થિતિમાં જલારામ સોસાયટીના બગીચામાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુરુ આચાર્યનું સન્માન આર્ય સમાજના પ્રમુખ શામજીભાઇ તથા મંત્રી કાંતીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
નિબંધ સ્પર્ધામાં પ્રથમ
જુનાગઢની ડો.સુભાષ આર્ય ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીની ક્રિષ્નાબેન નારણભાઇ અખેડે ગુજરાત રાજય ઉર્જા વિકાસ એજન્સી તથા જુનાગઢ જીલલા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે યોજાયેલ ઉર્જા ઉત્સવ-2018 અંતર્ગત નિંબધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે.