સલાયામાં નવા વીજ જોડાણ, આધારકાર્ડમાં સુધારા વધારાની કાર્યવાહી સરળ બનીસલાયા, તા. 14
સલાયા નગર પાલીકાના ભાજપના કોર્પોરેટર ભરત લાલે (પત્રકાર) જણાવ્યું છે કે નગરપાલીકાના તમામ જનતાના કામો તથા સલાયાના રહેવાસીનો દાખતો, વિધવા સહાયમાં ઓળખની સહિ પીજીવીસીએલમાં નવા કનેકશનમાં રહેણાંક ખાત્રીની સહી, તથા આધારકાર્ડ સરનામા ફેરમાં ખોત્રીની સહિ અંત્યોદય યોજનામાં અન સહાય માટે આવકના દાખલામાં સહિ જેવા પ્રજાલક્ષી તમામ કામો માટે લોકો રવિવાર સિવાય દરરોજ સવારના 11 થી સાંજે 5 વાગ્યા સુધી કોરર્પોરેટની સહી માટે કસ્ટમ રોડ ઉપર તેમના કાર્યાલયે આવી સહી કરાવી જવી.