જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીની હડતાળ યથાવત
જૂનાગઢ તા,14
જુનાગઢના સરકારી હોસ્પીટલના સફાઈ કર્મીઓની આજે પાંચમાં દિવસે પણ હડતાળ જારી રહેવા પામ્યા છે. આઉટ સોર્સીસથી સીવીલ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મીઓ આજે પણ કામથી દુર રહ્યા હતા. જેના કારણે હોસ્પીટલની સ્વચ્છતાને લઇને અસર પડી છે.
જુનાગઢ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં આઉટ સોર્સીસથી ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓએ કોન્ટ્રાકટ એજન્સી દ્વારા શારીરીક અને આર્થીક શોષણ થતું હોવાના આક્ષેપ સાથે શનીવારથી હડતાળ શરુ કરી હતી. જેના કારણે હોસ્પીટલની સફાઈ સહીત દર્દીઓને તેની અસર નડી હતી.
દરમ્યાન હોસ્પિટલના અધીકારીઓ સાથે યોજાયેલ મીટીંગમાં આંદોલનકારીઓની બે માંગણી સંતોષાય હતી જેમાં 8 કલાકની ક્ધટીન્યુ ડયુટી તથા એએસઆઈનું વર્તન યોગ્ય ન હોય તેને બીજા સ્થાને મુકવા જેવી બાબતો સ્વીકારી લેવામાં આવી હતી. જયારે કોન્ટ્રાકટમાં મંજુર થયા મુજબનો પુરતો પગાર ન મળવો અને છુટા કરેલ કર્મચારીઓને નોકરીમાં પરત લેવાની બાબતે હજુ કોઇ નિર્ણય લેવામાં આવેલ ન હોવાથી આજે પાંચમાં દિવસે પણ આંદોલન જારી રહેવા પામ્યું છે.
જુનાગઢ સહિત રાજયની હોસ્પીટલોમાં આઉટ સોસીંગ એજન્સી દ્વારા કામદારોનું શોષણ થતુ હોવાની પ્રશ્ર્નકાળ દરમયાન જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પ્રશ્ર્ન ઉઠાવી ધારદાર રજુઆત કરી હોવાનું તથા જુનાગઢની હોસ્પીટલના વર્ગ 4ના આંદોલનકારી કર્મીઓને જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીનો સંપૂર્ણ ટેકો હોવાનું જાણવા મળેલ છે. (તસ્વીર: મિલન જોશી-જૂનાગઢ)