ઓઝત નદીના પુલ પાસે ટ્રકે ઠોકર મારતા બાઈકચાલકનું મોત


જૂનાગઢ તા,14
વંથલીના ઓઝતનદીના પુલ પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
વંથલીના ઓઝતનદીના પુલ પાસે ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં ડાયાભાઈ દાનાભાઈ પોતાનું મોટર સાઈકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે કાળમુખા ટ્રક નં.જીજે 10વી 5232ના ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફીકરાઈથી ચલાવી ડાયાભાઈના બાઈકને હડફેટે લેતાં ડાયાભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
જૂનાગઢના ચોકી (સોરઠ) નજીક જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા મનીષભાઈ દાનાભાઈ યાદવની કાર સાથે હીરો હોન્ડા ચાલકે પોતાનું મોટરસાઈકલ બેફીકરાઈથી ચલાવી અકસ્માત સર્જતા ફરિયાદી મનીષભાઈ અને મોટરસાઈકલ પાછળ બેઠેલા શખ્સને ઈજાઓ કરી દેતાં જૂનાગઢ દવાખાને સારવાર માટે લાવવામાં આવેલ છે.