મોટી ખોડિયારની પરિણીતાને પતિ-સસરાએ ધોકાથી ફટકારી


જુનાગઢ, તા. 14
મેંદરડાની મોટી ખોડીયાર ગામની પરિણીતાને તું ચારીત્ર્યની ખરાબ છો તેમ કરી તેના પતિએ લાકડાના ધોકાથી અને સસરાએ કુહાડી વડે મારી મારી લોહીલુહાણ કરી દેતાં પરિણીતાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી આ બનાવમાં 3 સામે ગુનો નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેંદરડાની મોટી ખોડીયાર ગામની પરિણીતા હકીબેન વિપુલભાઈ દેત્રોજાને તું ચારીત્ર્યની ખરાબ છે તેમ કહી પતિએ ગળાગાળી કરી લાકડી વડે માર માર્યો હતો જેમાં પરિણીતાને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી જયારે સસરા મથુરભાઈએ કુહાડી જેવા હથીયાર વડે ઘા કરી દેતાં પરિણીતાને ગોઠવણના ભાગે ઈજાઓ થવા પામી હતી જયારે સસરા મથુરભાઈએ કુહાડી જેવા હથીયાર વડે ઘા કરી દેતાં પરિણીતાને ગોઠવણના ભાગે ઈજાઓ થતો લોહી લુહાણ થઈ જવા પામી હતી જયારે તેના દીયરે વાળ પકડી ઢસળી લાતો તથા પાટા મારી મુંઢમાર મારતાં પરિણીતાને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવેલ હતી.
માર માર્યો
માણાવદરના માંડોદરા ગામે સમ્ભીબેન પાંચાભાઈ ચાવડાને તેની બાજુમાં રહેતા સરમણભાઈ મુછારને ઉકરડો વળગાવવાની ના પાડતા સરમણભાઈએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સમ્ભીબેનને ભુંડી વાળો બોલી ઝાપટ મારી દઈ આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.