મગફળીનું ચૂકવણું સત્વરે નહિ થાય તો આંદોલન: પરેશ ધાનાણીઅમરેલીના ધારાસભ્યએ આપી 15 દિવસની મહેતલ
અમરેલી,તા.14
અમરેલીનાં ધારાસભ્ય અને વિરોધપક્ષનાં નેતાએ ખેડૂતોને મગફળીનું ચુકવણું નહી થાય તો આંદોલનની ધમકી ઉચ્ચારતા ખેડૂતોને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આગામી દિવસોમાં ધમાસાણનાં એંધાણની શક્યતા જોવા મળે છે.
અમરેલીનાં ધારાસભ્ય અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોનાં પ્રશ્ને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
તેઓએ જણાવેલ છે કે, અમરેલી જિલ્લાનાં જે કોઈ ખેડૂતોએ મગફળીનું ટેકાનાં ભાવે વેચાણ કર્યુ છે અને તેઓને તેની રકમ મળી નથી તે ખેડૂતોએ જે-તે સહકારી મંડળીમાં વેચાણ કરેલ છે તેની પહોંચની નકલ કોલેજ સર્કલ નજીક આવેલ કાર્યાલય પર પહોંચતી કરવી અને 1પ દિવસમાં ખેડૂતોને ચુકવણું ન થાય તો ખેડૂત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આમ ખેડૂતોનાં પ્રશ્ને આગામી દિવસોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ધમાસાણનાં એંધાણ જોવા મળી રહૃાા છે.
ખેડૂતોની મગફળી ટેકાનાં ભાવે નહી ખરીદાતા આંદોલનની ચીમકી
સરકાર ઘ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદવાની શરૂ કરાયા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા છતાં પણ રાજુલા પંથકનાં ખેડૂતોને મગફળી રાજુલા યાર્ડમાં લાવવા સુચના આપ્યા બાદ સરકાર ઘ્વારા મગફળી નહી ખરીદવામાં આવતાં રાજુલા પંથકનાં ખેડૂતોમાં વ્યાપક રોષ ઉભો થવા પામ્યો હતો.
ત્યારે ગઈકાલે રાજુલા પંથકનાં ખેડૂતોએ રોષભેર જઈ અને મામલતદાર અને નાયબ કલેકટર ઘ્વારા રાજયપાલને આવેદનપત્ર પાઠવી બાકી રહેલા ખેડૂતોની મગફળી ટેકાનાં ભાવે ખરીદવા માટે જે તે સંસ્થાનેહુકમ કરવા જણાવેલ છે અને જો તેમ નહી કરવામાં આવે તો રાજુલાના ખેડૂતો આગામી દિવસોમાં આંદોલન શરૂ કરવામાં આવશે. જેમાં તાળબંધી હાઈવે ઉપર ચકકાજામ કરશે તેમ આવેદનપત્રનાં અંતમાં જણાવેલ છે.