વાંકાનેરની ટ્રાફિક સમસ્યા હલ કરનાર અધિકારી-પદાધિકારીનું સન્માન કરાયું

.
વાંકાનેર તા.14
વાંકાનેર ની ટ્રાફિક સમસ્યા-ગેરકાયદે પાર્ક થતા આડેધડ વાહનો, વેપારીઓ દવારા દુકાનના આગળના ભાગે પકડવામાં આવથતો માલ-સામાન-છાપરાઓ ને લઈને છાસવારે ટ્રાફીક જામનો પ્રશ્ર્ન થી પ્રજા વાજ આવી ગઈની આ ઉપરાંત રીક્ષાઓમાં ભારે અવાજે વાગતા ટેપ તથા હોર્ન-નાના બાળકો દ્વારા ચલાવતા વાહનો આવી સમસ્યાનો ઉકેલ લાવવા પોલીસ અને નગરપાલિકા ના અધિકારી-પદધીકારીઓએ એકશન પ્લાન તૈયાર કરી કાર્યવાહી શરૂ કરેલ.
જેમા મુખ્યમાર્ગો અને વિસ્તારના દબાણો દુર કરી પ્રજાને ખરા અર્થમાં કર્મનિષ્ઠ અધિકારીના દર્શન કરાવનાર નવનિયુક્ત અધીકારીઓમાં શહેર પોલીસના ચીફ ઓફીસર-પી.આઈ બી-ટી.વાઢીયા, નગરપાલિકાના ચીફઓફિસર-ગીરીશભાઈ સરૈયા, યુવા અને બાહોશ એવા પી.એસ.આઈ રામદેવસિંહ જાડેજા, વાંકાનેર ભા.જ.પના અગ્રણી નેતા અને પૂર્વ નગરપતી જીતુભાઈ સોમાણી નગરપાલીકાના ઈન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા ને સન્માનીત કરી તેઓની કામગીરીને બીરદાવવા માટે વાંકાનેર ની મહિલાઓ દ્વારા નગરપાલિકાના મઘ્યસ્થ હોલમાં સુંદર કાર્યક્રમ રાખ્યો હતો.
જેમાં કાર્યક્રમનું આયોજન કરનાર અલ્પાબેન-સોલંકી, ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય ગીતાબેન ચાવડા, માલતીબેન કોટક, હર્ષાબેન મહેતા, નિશાબેન, હર્ષાબેન-જોબનપુત્રા નગરપાલિકાના મહીલા સદસ્યો ભાવનાબેન પાટડીયા, અંજનાબેન રાઠોડ, રીનાબેન રાઠોડ સહીતના મહીલાઓ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મહીલા અગ્રણીઓએ ઉપરોકત અધીકારીઓ અને પદાધીકારીઓ દ્વારા પ્રજાની સુખાકારી માટે વાંકાનેરના વિકાસના કામો અવીરત ચાલુ રહે તેવી અપેક્ષા સાથે આશાઓ વ્યક્ત કરી હતી.
બાદમાં પુષ્પગુછ, શાલ અને સન્માન પત્ર આપી પી.આઈ.બી.ટી.વાઢીયા, જીતુભાઈ સોમાણી, ચીફ ઓફિસર-ગીરીશભાઈ સરૈયા, પી.એસ.આઈ-જાડેજા, પાલીકા પ્રમુખ- ધર્મેન્દ્રસિંહ જાડેજા નું સન્માન કર્યુ હતું.
સન્માનીત અધીકારીઓ એ પણ વાંકાનેર ની પ્રજામાંથી મળતો સાથ સહકાર કાયમ મળતો રહે અને ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેનું ખાસ ઘ્યાન રાખે કાયદા નુ: પાલન કરે તેમ જણાવેલ. વાંકાનેર માં હજુ પણ જ્યા દબાણો છે તે લોકો સ્વેચ્છાએ દબાણ કરે તે જરૂરી હોવાનું અન્યથા પ્રસાસન કામગીરી કરશેજ. ફોટોલાઈન-વાકાંનેર ની ટ્રાફિક સમસ્યામાં રાહત અપાવનારા પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓનુ જુદાજુદા મહીલા અગણી ઓ દ્વારા સન્માન કરવામાં આવેલ જે તસ્વીર માં નજર પડે છે
(તસ્વીર:-નિલેશ ચંદારાણા-વાંકાનેર)