ધોરાજીમાં સૂટકેશમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો


ધોરાજી, તા.14
પોલીસ અધિક્ષક અતંરિદ સુદ રાજકોટ ગ્રામ્યની સુચના મુજબ પો.સ્ટાફના માણસો ધારાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ ધનશ્યામસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ધોરાજી સોનીબજારમાં રહેતો મુકેશભાઈ કિશોરચંદ્ર શાહ ઇંગલીશ દારૂ લાવી વેંચાણ કરે છે. અને હાલે તે મો.સો નં.જીજે 03 એચજી 5468 સફેદ કલરના પ્લેઝર મો.સા.માં ડીલવરી કરવા નીકળેલ છે. જે હકિકત આધારે પો.સ્ટાફ વોચમાં રહેલ અને મજકુર ઈસમ આવતા તેને રોકી ચેક કરતા મો.સા.માં એક પ્લા.ની સુટકેશ હોય જે ચેક કરતા તેમાં પરપ્રાંતીય ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કી નંગ.-3 મળી આવેલ અને મજકુર આરોપીની પુછપરછ કરતા બીજો માલ તેના રહેણાંક મકાને રાખેલ હોવાનું જણાવતા તેના રહેણાંક મકાનની જડતી તપાસ કરતા રોયલ ચેલેન્જની બોટલ નંગ-5 લીટર-2 ની તેમજ બ્લેન્ડર પ્રાઈડ 750 એમ.એલ.ની બોટલ નંગ-4 તેમજ એલીફન્ટ સ્ટ્રોંગ કાર્લસબર્ગ 500 એમ.એલ. બિયર બોટલ નંગ-4 તેમજ બર્ડરાઈઝ મેગનમ 1876 500 એમ.એલ ના બિયર બોટલ નંગ-4 એમ કુલ બિયર નંગ-8 ની કિ રૂ.800/- તથા ઇંગ્લીશ દારૂ તથા બિયારના ટીન મળી કુલ બોટલ નંગ-20 કિમત રૂપિયા 21,600/- તેમજ પ્લેઝર મો.સા. કિ.રૂ.20,000/- તેમજ સેમસંગ કંપનીનો મોબાઈલ કિ રૂ.7000/- તેમજ દારૂના વેંચાણના રોકડ રૂ.10,830/- એમ કુલ મુદામાલ રૂ.59,430/- નો ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુ છે. ધોરાજીમાં સુટકેસમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્સ હવાલાતમાં પહોંચ્યો.      (તસ્વીર: ચેતન ત્રિવેદી)