ગોંડલમાં રવિવારે ઝુલેલાલ જયંતીની ઉજવણીનું આયોજન


ગોંડલ તા,14
તા.18/3ને રવિવારે જનરલ પંચાયત ટ્રસ્ટ દ્વારા શ્રી ઝુલેલાલ જયંતીની ઉજવણી કરવામાં આવશે.
તા.18/3ને રવિવારે સવારે 6 કલાકે પ્રભાતફેરી તેમજ સવારે 6:30 થી 9:00 સત્સંગ કિર્તન, ધ્વજારોહણ, આરતી અરદાસ, પલ્લવ તેમજ બપોરે 12:30 થી 2 સુધી ભંડારો સાહેબ (પ્રસાદી)નું આયોજન ‘સિંધુભવન’ મહાદેવવાડી ખાતે કરવામાં આવેલ છે.
સાંજે 4:30 કલાકે ભૈરાણુસાહેબ, 5 કલાકે ઝુલેલાલ દેવની શોભાયાત્રા ‘સિંધુભવન’ મંદિરેથી નીકળશે તે ભુવનેશ્ર્વરી રોડ, તરકોશી ચોક, કડીયાલાઈન, માંડવી ચોક, પંચનાથ થઇને આશાપુર ડેમે જયોતસાહેબ પરવાન કરવામાં આવશે. રાત્રે 8 કલાકે ભંડારો સાહેબ (પ્રસાદી) તેમજ રાત્રે 10 થી 11:30 સત્સંગ કીર્તન સાથે શ્રી ઝુલેલાલદેવનો જન્મ કેક કાપી ધામધુમથી ઉજવવામાં આવશે. આ શોભાયાત્રામાં જોડાવવા રોજગાર ધંધ બંધ રાખવા ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઇ તન્ના તથા મંત્રી મોહનભાઇ સોનૈયાએ અપીલ કરેલ છે.