વેરાવળ પાટણ પાલિકાએ લાદેલો વેરા વધારો પરત ખેંચવાની માંગ

વેરાવળ તા.14
વેરાવળ-પાટણ શહેરીજનોને સફાઇ વેરો, દિવાબતી વેરામાં નગરપાલિકા દ્વારા વઘારો કરવામાં આવેલ હોય તે પરત ખેચવા જીવન જયોત સેવા ટ્રસ્ટ દ્વારા ચીફ ઓફીસર સહીતનને લેખીત રજૂઆત કરેલ છે.
આ અંગે જીવન જયોત સેવા ટ્રસ્ટના હોદેદારો દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફીસર સહીતનાને કરેલ લેખીત રજૂઆતમાં જણાવેલ કે, નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક તા.6 ના મળેલ જેમાં શહેરની જનતા ઉપર ઠરાવ કરી નગરપાલિકાના રહેણાંક વિસ્તારમાં સફાઇ વેરો રૂા.50 ની જગ્યાએ રૂા.150 મંજૂર કરેલ તથા દિવાબતી વેરો રૂા.50 ની જગ્યાએ રૂા.150 તથા બીન રહેણાંકમાં સફાઇ વેરો રૂા.100 ની જગ્યાએ રૂા.250 મંજૂર કરેલ તેમજ દિવાબતી વેરાના રૂા.100 ની જગ્યાએ રૂા.250 લેખે મંજૂર કરેલ છે તે શહેરની જનતા ઉપર તોતીંગ વઘારો કરી શહેરીજનોની કમર તોડી નાખેલ છે. આ ભાવ વઘારો તાત્કાલીક ઘોરણે પાછો ખેચવાની માંગ કરેલ છે અને પરત નહીં ખેચવામાં આવે તો શહેરની જનતાને સાથે રાખી ગાંઘી ચીઘ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડનાર હોવાનું રજૂઆતના અંતમાં જણાવેલ છે. આ લેખીત રજૂઆતની જાણ રાજયના મુખ્યમંત્રી, કલેકટર, ઘારાસભ્ય સહીતનાને કરેલ છે.
વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા રામાભાઇ ચીનાભાઇ વાજા ઉ.વ.70 નામના વૃઘ્ઘ બીમાર હોય અને બીડી પી રહેલ તે વખતે અકસ્માતે બીડીનો તણખલો પથારીમાં પડી જતા આગ લાગતા દાઝી જવાથી વૃઘ્ઘને તાત્કાલીક વેરાવળ સીવીલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાંથી વઘુ સારવાર માટે જૂનાગઢ ખસેડેલ જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા તેમના મૃતદેહને ગઇ કાલે બપોરે ચાર વાગ્યે પી.એમ. માટે ખસેડેલ છે. આ અંગેની વઘુ તપાસ એ.એસ.આઇ. એ.એ.ખાને હાથ ઘરેલ છે. વેરાવળ જીવન જયોત સેવા ટ્રસ્ટના હોદેદારો દ્વારા વેરામાં વધારા બાબતે નગરપાલિકાના ચીફ ઓફીસર સહીતનાને રજૂઆત કરેલ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરરાજેશ ઠકરારવેરાવળ)