શાપર વેરાવળમાં વિદેશી દારૂના બે દરોડામાં 19 બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયારાજકોટ તા.14
શાપર-વેરાવળમાં એલસીબીની ટીમે બાતમીના આધારે અલગ-અલગ વિદેશી દારૂના બે દરોડા પાડી 19 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી પોલીસે કુલ રૂા.પ6 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અંતરિપ સૂદના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગાર ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઇ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના હે.કો. બ્રિજરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. બાલક્રુષ્ણભાઇ ત્રિવેદી, રાયધનભાઇ ડાંગર સહિતનો સ્ટાફ શાપર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હે.કો. બ્રિજરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે આરોપી અનિલ ભાનુશંકરભાઇ જાની (રહે. ગુંદાસરા તા.ગોંડલ)વાળાને ઇંગ્લીશ દારૂની 14 બોટલ કિ.રૂ.4,900/- તથા મેસ્ટરો મો.સા. કિ.રૂ.30,000/- સહિત કુલ રૂ.34,900/-ના મુદામાલ સાથે બુધ્ધનગર પાસેથી ઝડપી પાડેલ તથા આરોપી પ્રકાશ ઉર્ફે ભાણો સોમાભાઇ વાઘેલા (રહે. શીતળા મંદીર પારડી) તથા અંકીત ઉર્ફે ચપુ બીપીનભાઇ વાઘેલા (રહે. વેરાવળ(શા) બુધ્ધનગર તા.કો.સા)વાળાઓને ઇંગ્લીશ દારુની 5 બોટલ કિ.રુ.1750/- મો.સા.કિ.રુ.20,000/- સહિત કુલ રુ.21,750/-ના મુદામાલ સાથે શાંતિધામના પાટિયા પાસેથી ઝડપી પાડેલ છે. આમ બંને રેઇડ દરમ્યાન કુલ ત્રણ આરોપીઓને કુલ 56,600/- ના મુદામાલ સાથે ઝડપી શાપર પોલીસને સોંપેલો છે.