ચોરવાડ સ્થિત ગદ્રેમરીન કંપનીના દુષિત પાણીનો પ્રશ્ર્ન ગુંજ્યો વિધાનસભામાં


વેરાવળ તા.14
ચોરવાડ ખાતે આવેલ ગદ્રેમરીન એક્સપોર્ટ પ્રા.લી. કંપનીમાં મત્સ્યઉધ્યોગ ચાલી રહેલ છે અને મચ્છીની પ્રોડક્ટ બનાવવામાં આવે છે તેમજ વિવિધ પ્રકારની મચ્છીઓનું પ્રોસેસિંગમાં વિપુલ પ્રમાણમા પાણી તથા વિવિધ પ્રકારના કેમિકલોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આ વિપુલ પ્રમાણમા પાણી એકદમ ઝેરી તથા તીવ્ર વાસ અને કેમિકલ યુક્ત હોય છે જ્યારે કંપની પોલીસી મુજબ આ સંપુર્ણ પાણીને ફિલ્ટર કરી (ઇ.ટી.પી.) નામના પ્લાંટમાં શુદ્ધિકરણ કરી ત્યારબાદ જમીનમાં છોડવામાં આવે છે જ્યારે આ ગદ્રેમરીન કંપની પોતાના નજીવા ફાયદા માટે આ પાણીને શુદ્ધીકરણ કર્યા વગર જ સીધું જમીનના પેટાળમાં ઉતારી જમીન તથા પર્યાવરણને ભારે નુકશાની પહોચાડી છે જેમાં આજુબાજુની ખેતીલાયક જમીનોના કૂવા બોરમાં આ પાણી ભળી ગયેલ છે અને ઊભો પાક નષ્ટ થઇ ગયેલ જ્યારે આ સર્વે બાબતને લઇ ખેડુત લોકોએ ગુજરાત પોલ્યુશન બોર્ડમાં ફરીયાદ કરેલ અને હાલમાં આ કંપની સંપુર્ણ દૂષિત પાણી પાઇપ લાઇન મારફત દરિયાના પેટાળમાં ઉતારી રહી છે તેથી આગામી દિવસોમાં સાગરખેડુ તેમજ દરિયાઇ જીવશૃષ્ટિને ભારે માત્રમાં નુકશાન થાય છે અને વધારે પ્રમાણમાં આ બાબતે સરકારમાં ગુજરાત વિધાનસભામાં ધંધુકાના ધારાસભ્ય રાજુભાઇ ગોહેલે રજૂઆત કરતા શું પગલાં લેશે તે જોવું રહ્યું.
આ સંપુર્ણ બનાવમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ કંપની અને ખેડુતોનો પ્રશ્ન હોય તેમાં ગદ્રે મરીન કંપનીના યુનિટ2 (ક્રેબસ્ટીક) માં કામ કરતા કામદારો જે 10-17 વર્ષ સુધીના અનુભવી કામદારોને આ કંપની એ રાતોરાત પત્ર દ્રારા નોટિસો જાહેર કરી કામ ઉપરથી છુટા કરી બેરોજગાર બનાવેલ આમ, આ સંપુર્ણ બાબતમાં આ રોજમદારોનો કોઇ વાંક ગુનો ન હોય છતા આ કામદારોની રોજીરોટી છીનવી બેરોજગાર બનાવેલ છે અને હાલમાં આ કામદારોનો કોઇ સંતોષ કારક ઉકેલ નહિ આવે તો આ કામદારો ગાંધી ચીઘ્યા માર્ગે પ્રતિક ઉપવાસ, રેલી તથા જરૂર પડ્યે અન્નજળનો ત્યાગ પણ કરનાર હોવાનું કામદારોની યાદીમાં જણાવેલ છે.