જૂનાગઢમાં 14મી સુધીમાં ફિની દરખાસ્ત કરવા સુચના

જુનાગઢ તા.14
જુનાગઢ જીલ્લાની માઘ્યમિક ઉચ્ચતર માઘ્યમિક તથા અન્ય મળી કુલ 234 શાળાઓને નકકી કરેલ ફી અંગેના સોગંદનામા તા.14 માર્ચ સુધીમાં કરી દેવા માટેનો ડીઇઓ કચેરીમાંથી પરિપત્ર થયો હોવાનું જાણવા મળેલ છે.જીલ્લામાં 114 માઘ્યમીક 114 હાયર સેક્ધડરી ર મીશ્રશાળા 4 સીબીએસ તથા અનય મળી કુલ 234 શાળાઓ આવેલી છે. જેમણે ગત વર્ષ 2016-17 માટેના ફીના ધોરણો નકકી કરી મોકલી આપેલ હતા અને હાલના નિયમો પ્રમાણે તે શાળાઓના સરકારે નકકી કરેલ ફી ધોરણો રૂા 15 હજાર, રપ હજાર તથા 30 હજારથી નીચા હતા. જો કે આમાંથી 1પ શાળાઓ કોર્ટમાં ગયેલ છે. અને ર શાળાઓની ફી માટે દરખાસ્ત થયેલ છે.
જયારે બાકીની શાળાઓને પોતાની ફીનું ધોરણ નકકી કરી સોગંદનામુ આગામી તા.14 એપ્રિલ સુધી મોકલી આપવા માટે જીલ્લા શિક્ષણધિકારી બી એસ કૈલા દ્વારા પરીપત્ર્ર જારી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ હતું.