રાજુલાના વિકટરમાં છાત્રો દ્વારા ચક્કાજામ


અમરેલી,તા.14
રાજુલા મહુવા લોકલ એસ .ટી .બસ શરૂ કરાવવા માટે રાજુલા નજીક આવેલા વિક્ટર ગામ ખાતે રાજુલા વિક્ટર સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે મહુવા જતા વિધાર્થીઓ ને સમય સર બસ ન મળતા વિધાર્થીઓ દ્વારા અનેક વખત રાજુલા .મહુવા ડેપો મેનેજર .અમરેલી .ભાવ નગર ડિવીજન .ધારાસભ્ય .સહિત ની જગ્યા પર લેખિત અનેક વાર બસ શરૂ કરવા માટે થય ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યા છતાં યોગ્ય કાર્યવાહી નહીં થતાં આજ રોજ ન છુટકે વિધ્યાર્થીઓ અને ગ્રામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે અપાયેલ રસ્તા રોકો આંદોલન ની ચીમકી ઉચારવા છતાં તંત્ર ના પેટ નું પાની પણ ન હાલતા વિક્ટર પોલીસ ચોંકી સામે જ સવાર ના 9કલાકે થી જ વિધાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા પર બેસી ને એસ .ટી .વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી ને રોષ ઠાલવ્યો હતો ઘટના ની જાણ થતાં જ રાજુલા .પી .આઈ યૂ .ડી .જાડેજા સાહેબ સહિત મરીન પોલીસ પીપાવાવ નો મસ મોટો કાફલો દોડી ગયો હતો અને સમજાવટ કરવા ના પ્રયત્નો કરાયા હતા જોકે વિધાર્થીઓ અડગ રહી ને જ્યાં સુધી જવાદાર અધિકારી દ્વારા લેખિત માં બાંહેધરી આપી ને પ્રશ્નોનો નિકાલ કરવા માં ના આવે ત્યાંસુધી આંદોલન શરૂ રાખવા ની જીદ કરતા રાજુલા ડેપો મેનેજર શ્રી પણ દોડી ગયા હતા ત્યારે વિધાર્થીઓ અને ટીમ ક્ષ ત ી શ રાજુલા તેમજ ગામ ના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી ને રોષ ઠાલવતા મેનેજર પન લાજવાને બદલે ગાજવા નું શરૂ કર્યું હતું અને ફરજ માં રૂકાવટ સહિત નો ગુન્હો દાખલ કરવા ની વાત કરતા મામલો બગાડ્યો હતો જોકે બાદ માં વિધાર્થીઓ ની તમામ માંગ લેખિત માં સ્વીકારતા અને સંતોષ કારક જવાબ આપતા આંદોલન સમેટાયુ હતું આંદોલન ના પગલે ભાવ નગર ઉના નેશનલ હાઇ વે બંધ થતાં વાહનો ની લામ્બી કતારો લાગી હતી અને મરીન પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવી રાખ્યો હતો વિધાર્થીઓ ની માંગ સ્વીકારતા વિધાર્થીઓ માં આનંદની લાગણી ઑ જોવા મળી હતી અને એસ .ટી .વિભાગ .પોલીસ વિભાગ .ક્ષ ત ી શ ટીમ રાજુલા સહિત ગ્રામ જનો તેમજ આગેવાનો નો આભાર ઇમ્તિયાઝ ગાહા .જય સોનડાગર .સમીર ઓઢેજા સહિત ના વિધાર્થીઓ યે વ્યક્ત કર્યો હતો. (તસવીર:મિલાપ રૂપારેલ)