જૂનાગઢમાં 40 લાખના 69 લાખ ચૂકવ્યા છતાં 70 લાખની ઉઘરાણી

વ્યાજખોરોની ધમકીથી સામૂહિક આપઘાતથી ગૃહમંત્રીને ફરિયાદથી સનસનાટી
જુનાગઢ, તા. 14
જુનાગઢમાં 40 લાખ 10 ટકે વ્યાજે લીધા બાદ 29॥ લાખ ચુકવી દીધા બાદ પણ વ્યાજખોર દ્વારા 70 લાખની માંગણી અને ધાક ધમકી ચાલુ રહેતા વ્યાજખોરનો ભોગ બનેલા પરિવારે સામુહિક આપઘાતની ચીમકી આપતી ફરિયાદ ગૃહમંત્રીને કરતાં સનસનાટી મચી જવા પામી છે.
મુળ મેંદરડાના અગરમગઢના વતની રાજેશ લાલજીભાઈ સોજીત્રાએ જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ રાજમહેલ એપાર્ટમેન્ટ પાછળ રહેતા રાજા ઓગસ્ટીન નામના શખ્સ પાસેથી
રૂા.40 લાખ 10 ટકા વ્યાજે લીધા હતાં જે વ્યાજ સહિત રૂા.69,35,000 ચુકવી દીધા હતા છતા રાજા
દ્વારા ઉઘરાણી ચાલુ રહેવા પામી હતી.
દરમ્યાન રાજા ઓગસ્ટીને જબર દરબાર સહિત 4 શખ્સોને અમરગઢ મોકલી રૂા.70 લાખની માંગણી કરી હતી અને જો રૂપીયા ન આપે તો જમીન-મકાન કબજે કરી લેવાની ધમકી આપી આથી રાજેશે થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લેતા સીવીલ હોસ્પીટલ જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ અને પોલીસે ફરિયાદ કરવા છતા રાજા ઓગસ્ટીન સામે કાર્યવાહી ન થતા રાજેશ સોજીત્રાના પરિવારે સામુહિક આપઘાતની ચીમકી ગૃહમંત્રીને પાઠવેલ એક ફરીયાદ અરજીમાં ઉચ્ચારી છે. માર માર્યો કેશોદના સોંદરડા તરફ જતા રસ્તે કેશોદના અશોકભાઈ નાનજીભાઈ ડાભીની રીક્ષાને રોકી ભરત તથા અર્જુન સહિત પાંચ અજાણ્યા શખ્સોએ તું કેમ સાઈડ આપતો નથી તેમ કહી અશોકભાઈ તથા તેમની સાથેના સાહેદ હીતેષભાઈ રામભાઈ પરમારને ટામી તથા લોખંડના પાઈપ વડે માર મારી બંન્ને ઈજા કરી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.