તોફાન કરતો હોઇ ફૂટપટ્ટીથી બેફામ માર મારતા સારવારમાં

પાડોશીએ માતાની ચુંગાલમાંથી છોડાવી હોસ્પિટલે ખસેડ્યો
ભાવનગર તા.14
ભાવનગરમાં સામાન્ય બાબતમાં નિષ્ઠુર જનેતાએ પાંચ વર્ષના પોતાના માસુમ પુત્રને ફુટપટ્ટીથી ફટકારતા અરેરાટી સાથે માતા પ્રત્યે ફીટકારની લાગણી જોવા મળે છે તો બાળકને પાડોશીઓએ સચારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હતો. ભાવનગર શહેરમાં નિષ્ઠુર માતાએ પાંચ વર્ષના બાળકને ફુટપટ્ટી વડે બેરહેમીથી માર માર્યો હતો. શહેરમાં સીંધનગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષનો બાળક તોફાન કરતો હોય તેની માતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા તેને સગાપુત્રને ફુટપટ્ટીથી માર મારતા પાડોશી દોડી આવ્યા હતા. માતાની ચુંગાલમાંથી બાળકને છોડાવી તેને હોસ્પીટલ ખસેડેલ. આ અંગે પોલીસે માતા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં પ વર્ષનો બાળક તોફાન કરતો હોય માતાએ ફુટપટ્ટી વડે તેને બેરહમેથી માર મારતા પાડોશીએ બાળકને હોસ્પીટલ ખસેડયો હતો.