આગામી સપ્તાહ મિશ્રઋતુ બની રહેવાનો સંકેત

પવનની ગતિ વધવાનો સંકેત હોય બંદરો પર લગાવાયા એક નંબરના સિગ્નલ: માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ: નજીકના બંદરે પહોંચી જવા સૂચના
રાજકોટ તા.14
હજી તો શિયાળાની સંપૂર્ણ વિદાય થઈ નથી કે ઉનાળાનું વિધિવત આગમન નથી થયું ત્યાં ફરી એકાએક વેરાવળથી 500 કીલોમીટર દુર અરબ સાગરમાં લો પ્રેસર સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં પણ સીસ્ટમ બની હી હોઈ આગામી અઠવાડીયા સુધી વાતાવરણમાં બદલાવ આવવા સાથે વાદળછાયુ હવામાન બની રહેવાનો સંકેત વેધશાળાના સૂત્રોએ દર્શાવ્યો છે તો અરબી સમુદ્રમાં લો પ્રેસરને કારણે દરીયામાં કરંટ રહેવાની શકયતા તેમજ તેજ ગતિએ પવન ફુંકાઈ શકવાની ભીતીને ધ્યાને લઈ તમામ બંદરો પર ભયસુચક 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને માછીમારોની નજીકના બંદિરે બોટો લાંગરી દેવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સુચના આપી દેવામાં આવી છે. આ પહેાલ માર્ચ મહિનાના પ્રારંભથી જ શરૂ થયેલો મિશ્ર હવામાનનો દૌર આજે પણ ચાલુ રહ્યો હતો. દક્ષિણ કે દક્ષિણ પશ્ર્ચિમના ફુંકાતા પવનની અસર હેઠળ રાતભર ઝાકળ વર્ષા સાથે સવારે ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક નઝારો સર્જાયો હતો.દરમિયાન ચાલુ વર્ષે જાણે હવામાનની પેટન્ટ બદલાઇ ગઇ હોય ચોમાસુ એક માસ બંધાયુ હતું બાદ હતી ઉનાળો શરૂ થયો નથી ત્યાં ફરી વાતાવરણ બદલાવ આવતા ઋતુ ચક્રમાં જ ફેરફાર થવા લાગ્યો હોવાનો સંકેત પણ હવામાન વિભાગે દર્શાવ્યો છે.તે માર્ચ માસમાં લોપ્રેસર સર્જાવાની ઐતિહાસિક ઘટના હોવાનું પણ હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવ્યો છે. રાજકોટ
રાજકોટમાં આજે સતત બીજા દિવસે રાતભર ઝાકળ વર્ષા થયા બાદ વધારે ધુમ્મસથી આહલાદક નઝારો શહેરીજનોને માણવા આવ્યો હતો. તો વાતાવરણ બદલવાની અસર હેઠળ શહેરનું મહતમ તાપમાન 3પ.7 ડિગ્રી ન્યુનતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયુ હતું સરેરાશ 1ર કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય છે.
વેરાવળ
વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસરના લીઘે અરબી સમુદ્રની અંદરના વાતાવરણમાં છેલ્લા ચારેક દિવસથી પલટો આવ્યો હોય જેના કારણે ઠંડો પવન ફુંકાઇ રહેલ હોવાથી દરીયાકાંઠાના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે એક તરફ લોકો ઠુંઠવાયા રહેલ હોવાની સાથે ભારે ઠંડીનો માહોલ જોવા મળી રહેલ છે. દરમ્યાન આજે રાજયના ડીઝાસ્ટર મેનેજમેન્ટના સંદેશા મુજબ બપોરે ચારેક વાગ્યે વેરાવળ બંદર પર ભયસૂચક એક નંબરનું સિગ્નલ ચડવવામાં આવેલ હોવાનું પોર્ટ અઘિકારી ચૌઘરીએ જણાવેલ છે.
હાલ દરીયામાં માછીમારીની સીઝન અંતિમ તબકકામાં ચાલી રહી છે અને અરબી સમુદ્રના વાતાવરણમાં આવેલ પલટાની અસર માછીમારીને થઇ રહી છે જયારે બંદર પર સિગ્નલ ચડાવ્યા બાદ સ્થાનીક ફીશરીઝ કચેરીના અઘિકારીઓ દ્રારા માછીમારોને હવે દરીયામાં ન જવાની સલાહ આપતો સંદેશો બોટ એસો. ના હોદેદારોને આપેલ છે સાથે હાલમાં જે બોટો દરીયામાં માછીમારી કરી રહી હોય તેને વાતાવરણ અનુકુળ ન લાગે તો નજીકના બંદરે લાંગરી જઇ સુરક્ષિત રહેવા પણ વાયરલેસ સંદેશો પાઠવવા બોટ એસો. ને સૂચના આપવામાં આવેલ હોવાનું ફીશરીઝ અઘિકારી સાયાણીએ વાતચીતમાં જણાવેલ છે.
દરીયામાં વેરાવળની 60 ટકા જેટલી બોટો ફીશીગ કરી રહી છે જેઓ મારફત દરીયામાં થોડો ઠંડો પવન ફુંકાય રહેલ છે પરંતુ માછીમારી કરી શકાય તેવું વાતાવરણ છે પરંતુ આગામી એકાદ દિવસમાં વાતાવરણ બગડશે તો સુરક્ષિત સાથે એલર્ટ રહેવા જણાવવામાં આવેલ હોવાનું બોટ એસો. ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવેલ છે. અત્રે નોંઘનીય છે કે, અરબી સમુદ્રના વાતાવરણમાં આવેલ પલટાની અસર દરીયાકાંઠે વસેલ વેરાવળ-સોમનાથ શહેરમાં છેલ્લા ચારેક દિવસથી વર્તાય રહી છે જેમાં શહેરમાં ચારેક દિવસથી મોડી સાંજથી લઇ સવાર સુઘી દરીયાના ઠંડો પવનો ફુંકાય રહેલ છે. પોરબંદરના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું
અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા પોરબંદરના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તિરૂવરમ્પુરમ્ થી સાઉથ વેસ્ટમાં 390 કી.મી. અને માલદીવથી નોર્થેસ્ટમાં 290 કી.મી. દુર હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં સર્જાયું છે તેમ જણાવીને પોરબંદરના બંદર વિભાગને હવામાન વિભાગ દ્વારા મળેલી ચેતવણી અનુસંધાને પોરબંદર બંદર ઉપર લોકલ એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. સમુદ્ર શાંત છે પરંતુ થોડો ઘણો પવન ફુંકાઇ રહ્યો હોવાથી આ સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને તમામ એજન્સીઓને પણ તેની જાણ કરીને એલર્ટ રહેવા જણાવી દેવાયું છે. જો કે, કોઇ ખાસ ગંભીર પરિસ્થિતિ હાલમાં જણાતી નથી. એક નંબરના સિગ્નલનો અર્થ એવો થાય છે કે, હવા તોફાની અથવા સપાટીવાળી છે, વાવાઝોડું આવશે કે નહીં તે નકકી નથી તેની ચેતવણી આપતી આ નિશાની છે.