જામકંડોરણા નજીકથી વાછરડા ભરેલા વાહન સાથે બે ખાટકી ઝડપાયા


જામકંડોરણા તા.14
જામકંડોરણા તાલુકાના વાવડીથી પીપળીયા માલજીભી રોડ પર ગૌવંશના વાછરડા માલવાહક ગાડીમાં ભરી જતા પકડી પાડવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના વાવડી પીપળીયા માલજીભી રોડ પર ગતરાત્રીના સમયે માલવાહક ગાડીમાં વાછરડા જતા હોવાની બાતમીના આધારે જામકંડોરણા પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી આ ગાડીને કબ્જે લઇ આ વાછરડાને જામકંડોરણા પાંજરાપોળ ખાતે પહોચતા કરવામાં આવેલ. આ અંગે પો.કોન્સ. અજીતભાઇ ગંભીરે 1. બોદુ નુરમામદ ખાટકી (ઉ.વ.37) રહે.ધોરાજી, ર. સીકંદર જીવાભાઇ ખોરાણી (ઉ.વ.36) રહે.ધોરાજી 3. અલતાફશા ગીગાશા ફકીર રહે. ગોંડલ વિરૂધ્ધ ફરીયાદ દાખલ
કરેલ છે.
આરોપી સામે પશુ સંરક્ષણધારા ર011 ની કલમ6(ક)8(4),10 તથા પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની ક 11(ડી) તથા પશુ સંરક્ષણ 19પ4 ની કલમ પ(1) મુજબ આ આરોપીઓ ગૌવંશના વાછરડા નંગ 7 કિ. 7000 ના કતલ માટે લઇ જવાના ઇરાદાથી અશોક લેલન કંપનીના માલવાહક ગાડી નં.જીજે03બીવી-1પપ6માં પશુને અકળામણ થાય તે રીતે વાછરડાના ચારેય પગ તથા ડોક સાથે દોરડું બાંધી હલીચલી ન શકે તે રીતે ઘાતકીપણું અપનાવી ક્રુરતાથી બાંધી રાખી વાહનમાં ભરી જતા હોય આરોપી નં.1 તથા ર માલવાહક ગાડીની આગળ ફોરવ્હીલ ગાડી નં.પ સીએફ-8ર81માં પાયલોટીંગ કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરતા હોય કુલ રૂા.3,38,000 ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડેલ છે.
જ્યારે એક આરોપી ગાડીનો ડ્રાયવર ગાડી મુકી નાસી ગયેલ છે. આ ઘટનામાં જામકંડોરણા પીએસઆઇ ગોજીયા, ગોયલ તથા સ્ટાફના અજીતભાઇ ગંભીર, ઘનુભા જાડેજા, યુવરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચી કાર્યવાહી કરી હતી. જામકંડોરણાના વાવડીથી પીપળીયા માલજીભી રોડ પરથી વાછરડા ભરેલી માલવાહક ગાડી પકડાઇ. (તસ્વીર: મનસુખ બાલધા-જામકંડોરણા)