મોરબીની સરકારી હોસ્પિટલમાં કરોડો રૂપિયાની સોનોગ્રાફી મશીનરી ટેક્નિકલ સ્ટાફના અભાવે ધૂળધાણી

તબીબ અને નર્સિંગ સ્ટાફનો અભાવ: અડધો અડધ દર્દીઓને અન્ય શહેરોમાં કરાવાતા રીફર: અનેક રજૂઆત કરવા છતાં તંત્રને અંધાપો
મોરબી તા.14
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદમાં રહેલી મોરબીની જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. રેઢીયાળ તંત્રના બે જવાબદાર અધિકારીઓની આંખો સામે વિવાદ આવતા સીવીલ હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવ્યુ હતું પણ પોતાની બુધ્ધીનું પ્રદર્શન કરી આદેશો કરી એક ને ગોળ અને એકને ખોળની નીતિ અપનાવી ગાયનેક વોડઁમાં સિકયોરીટી સુરક્ષા આપવાને બદલે ફકત ફરજ પરના નસીંગ સ્ટાફને વોડઁમાં પુરુષોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે અને તેનું ચુસ્ત પણે પાલન કરવા સુચના આપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. તો ઇમરજન્સી વોડઁમાં ફરજ પરના તબીબની ચેમ્બરમાં બહારના વ્યકિતઓ તેમજ નસીંગ સ્ટાફના બેસવા પર પ્રતિબંધ ફરમાવી સ્ટીકર લગાવતા સિવિલ હોસ્પિટલના પ્રશાસન ફરજ પરના તબીબોની સુરક્ષા માં વામણું પુરવાર થતું હોવાનું સાબીતી આપી હતી. અને ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અસુવિધાઓનો રાફડો જામેલ છે.
જેમાં સોનોગાફી મશીનો છે પણ તેના માટે ટેકનીકલ સ્ટાફ પણ ન હોવાથી કરોડો રૂપિયાની મશીનરીઓ ધુળ ખાય છે. તો મહત્વપૂર્ણ સર્જનો જ નથી, નસીંગ સ્ટાફની પણ લાંબા સમયથી ઘટ વર્તાય રહી છે, મોરબી જિલ્લામાં સુવિધાઓ ફાળવવામાં જિલ્લા વહિવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે. મોરબી જિલ્લા માં જિલ્લા કક્ષાની એક માત્ર સીવીલ હોસ્પિટલમાં છેલ્લા ધણા સમયથી કાયમી ગાયનેકલોજીસ્ટ જ નથી, જેના કારણે સારવારમાં આવતી પ્રસુતાઓ માંથી 25 ટકા જેટલી પ્રસુતાઓને રાજકોટ રીફર કરવાની ફરજ પડે છે. તો જિલ્લા
કક્ષાની હોસ્પિટલમાં સોનોગાફી મશીનો ફાળવવામાં આવેલ
છે. પરંતુ ટેકનીકલ સ્ટાફના અભાવે આવી કરોડો રૂપિયાની મશીનરીઓ ધુળ ખાય છે. તો જુનિયર ફામાસીસ્ટની ઘટ છે.
હોસ્પિટલમાં નસીંગ સ્ટાફની પણ લાંબા સમયથી ઘટ હોય પારવાર મુશ્કેલી પડી રહી છે. આ અંગે અવાર નવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હોવા છતાં આ અંગે આજદિન સુધી કોઇ ધટતું કરવામાં આવેલ નથી. ગાયનેક વોર્ડ સિકયોરિટી વિહોણો
મોરબી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં સિકયોરીટી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ગાયનેક વોડઁ માં આજદિન સુધી ડે કે નાઇટમાં સિકયોરીટી સ્ટાફ ન હોવાથી વોડઁમાં અવાર નવાર દદીઁઓના સગાઓ સાથે નસીંગ સ્ટાફને મગજમારી થઇ રહી છે. તો રાત્રીના સમયે લુખ્ખા તત્વો પણ ગાયનેક વોડઁમાં ધુસી જઇ અપશબ્દોનો વરસાદ વરસાવે છે. અને ચોરીઓના બનાવ પણ રોજ બે રોજ બની રહ્યાં છે. આ અંગે હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવ્યુ હોય પણ સિકયોરીટી સુવિધા આપવાને બદલે ફરજ પરના નસીંગ સ્ટાફને પુરુષોને વોર્ડમાં પ્રવેશ ન આપવાની સુચના આપી પોતાની બુધ્ધીનું પ્રદર્શન કરતાં જાણવા મળેલ છે. ઇમરજન્સીમાં એકને ગોળ એકને ખોળની નીતિ અપનાવાય હોસ્પિટલ 24 કલાક કાર્યરત રહેતા ઇમરજન્સી વોડઁ માં પ્રશાસન ફરજ પરના સ્ટાફની સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડેલ હોય તેમ રાત્રીના 8 થી સવારનાં 8 વાગ્યા સુધીમાં દદીઁઓ સિવાય નસીંગ સ્ટાફ, કે અન્ય વ્યક્તિઓને ફરજ પરના તબીબની મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા સ્ટીકર લગાવવા એકને ગોળ એકને ખોળની નિતી જોવા મળી રહી છે. કારણ કે હોસ્પિટલમાં રાત્રીના સમય કરતા સવારનાં સમયમાં જ તકલીફ રહેતી હોય જેથી ઉપરોક્ત પ્રતિબંધ 24 કલાક કરવા જરૂરી છે. (તસવીર: મનીષ ભોજાણી)