મોરબીના દિવ્યાંગ બાળકોએ રાઈડ્સનો આનંદ માણ્યો


મોરબી તા,14
મોરબી જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન આઇઇડી યુનિટ અંતર્ગત દિવ્યાંગ બાળકોને પગભર બનાવવાનું અને તેમનામાં રહેલી સુશુપ્ત શકિતઓના વિકાસ માટે કાર્ય કરાઇ રહુ છે. ત્યારે આ બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવવાના ભાગરૂપે 63 જેટલા દિવ્યાંગ બાળકો અને 66 જેટલા વાલીઓ માટે વિરપર પાસે આવેલા ડ્રિમલેન્ડ ફન રિસોર્ટ ખાતે વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિઝીટ દરમિયાન દિવ્યાંગ બાળકોએ ફન રિસોર્ટમાં વિવિધ રાઇડ્સનો આનંદ માણ્યો હતો. તેમજ જાદુનો ખેલ, રાજસ્થાની નૃત્યને નિહાળી રોમાંચક અનુભુતી કરી હતી. તેમજ ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ દિવ્યાંગ બાળકોને ડ્રિમલેન્ડ ફન રિસોર્ટમાં બાળકોને જુદી જુદી રાઇડ્સનો આનંદ માણી શકે તે માટે તેમજ રાજસ્થાની નૃત્ય, જાદુઇ શો સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. અને દર મંગળવારે રિસોર્સ રૂમમાં બાળકોને બોલાવી દિવસ દરમિયાન વિવિધ પ્રવૃતિ પણ કરાવવામાં આવી રહી છે.